ડ્રગ્સ મુકત અમરેલીના સંકલ્પ સાથે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન

સામાજિક જવાબદારીમાં સહભાગી બનવા પોલીસની લોકોને અપીલ

રાજ્યભરમાં ચાલી રહેલા નશામુક્તિ અભિયાનના ભાગરૂપે, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા નશાના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં એક ભવ્ય ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ (ગજ્ઞ ઉિીલત ઈફળાફશલક્ષ) બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ રેલીમાં અમરેલી જિલ્લા પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ’ઈંક્ષદશક્ષભશબહય ગૠઘ’ ના બાઈકર્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નાગરિકોને ડ્રગ્સના સેવનથી થતી ઘાતક અસરો, તેની હેરાફેરીના ગંભીર પરિણામો અને યુવાધનને બરબાદીથી બચાવવા અંગેનો સંદેશ આપ્યો હતો.
અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો: યુવા પેઢીને માદક પદાર્થોથી દૂર રાખી ઉજ્જવળ ભવિષ્ય તરફ વાળવી. ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ સમાજમાં સક્રિય જાગૃતિ લાવવી. ‘નશો મુક્ત, વ્યસન મુક્ત – સુરક્ષિત અમરેલી’ના સંકલ્પને સાકાર કરવો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નહીં, પરંતુ સમાજને સુરક્ષિત રાખવા માટે પણ પ્રતિબદ્ધ છે. આ દિશામાં આગામી સમયમાં પણ જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ પ્રદર્શનોનું આયોજન સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ડ્રગ્સના દૂષણથી આવનારી પેઢીને બચાવી શકાય.
અમરેલી પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ સામાજિક જવાબદારીમાં સહભાગી બને અને જો ક્યાંય પણ ડ્રગ્સની હેરાફેરી કે વેચાણની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

રિલેટેડ ન્યૂઝ