સુરતમાં જળ હોનારતની તબાહીના દ્રશ્યો સામે આવ્યા
ખરવાસા, લિંબાયત, આરોળી, ભેસ્તાનની ગલીઓ, કાદવ, કીચડમાંથી મૃતદેહો મળી આવ્યા
સુરતમાં વિનાશકારી જળ હોનારત બાદ વધુ 13 મુતદેહો મળી આવ્યા છે. વિનાશકારી વરસાદ અને પુરે અત્યાર સુધીમાં 41 લોકોનો ભોગ લીધો છે.
સુરતમાં વિનાશકારી પૂર ઓસર્યા બાદ ખરવાસા, લીંબાયત, સારોલી અને ભેસ્તાનમાંથી વધુ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ પૂર હોનારતનો કુલ સત્તાવાર મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે. સુરત શહેરમાં કુદરતી આપત્તિના રૂૂપે આવેલું પૂર હવે કાળમુખું સાબિત થઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે દુકાન દારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે જ્યારે પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે,
ત્યારે તેની પાછળ તબાહીના બિહામણા દ્રશ્ર્યો સામે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ નવી કેઝ્યુઅલ્ટી સામે આવતાની સાથે જ સુરતમાં પૂરના કારણે સત્તાવાર રીતે મૃત્યુ પામનારાઓનો આંકડો વધીને 41 પર પહોંચી ગયો છે, જેને કારણે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. શહેરના શ્રમિક અને મધ્યમવર્ગીય વિસ્તારો જેવા કે લીંબાયત, ખરવાસા, સારોલી અને ભેસ્તાનમાં પૂરના પાણી કમરતોડ ભરાયા હતા. આ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા સેંકડો લોકો ફસાયા હતા. પાણી ઓસરતા જ ગલીઓ, કાદવ-કીચડ અને વહેતા પ્રવાહની આસપાસથી લાશો મળવાનો સિલસિલો શરૂૂ થયો છે. અનેક પરિવારોએ પોતાના કમાતા વડીલો અથવા માસૂમ બાળકોને ગુમાવ્યા છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં સગા-સંબંધીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પૂરે માત્ર માનવ જિંદગીઓ જ નથી છીનવી, પરંતુ સુરતના આર્થિક માળખાને પણ મોટો ફટકો માર્યો છે. સારોલી અને આસપાસના ટેક્સટાઇલ ગોડાઉનો તેમજ સ્થાનિક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનું કરોડો રૂૂપિયાનું કાપડ અને અન્ય માલસામાન સડી ગયો છે. હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સેનિટેશન અને ક્લિનિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. આ સાથે જ ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ માટે બોટિંગ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા તપાસ ચલાવી રહી છે.
ઉકાઇ ડેમની સપાટી 312 ફૂટને પાર, તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ
દક્ષિણ ગુજરાત અને તેના ઉપરવાસના વિસ્તારોમાં પાછલા થોડા દિવસોથી અવિરત વરસી રહેલા મેઘરાજાના કારણે કુદરતી જળસ્ત્રોતોમાં ઘોડાપૂર આવ્યા છે. સુરત શહેર અને જિલ્લાની પાણીની તમામ જરૂૂરિયાતો પૂરી કરતી તાપી નદીમાં આ વર્ષના ચોમાસાના સૌથી શ્રેષ્ઠ પાણીની આવક થઈ છે. મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારો અને હથનૂર ડેમ તરફથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે.
