જેતપુરથી પરબના મેળા માટે એકસ્ટ્રા 12 બસો દોડાવશે

ભાવિકો માટે જેતપુર ડેપો દ્વારા સુવિધા વધારાઈ

જેતપુર થી પરબ વાવડી ખાતે પરબના પીરના દર્શન અને મેળામાં જવા માટે જેતપુર એસટી તંત્ર સજ્જ બન્યું છે એકસ્ટ્રા 12 બસો મૂકવામાં આવશે ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે પરબ ના પીળ શર્ટ દેવીદાસ અમર દેવીદાસના મંદિરે અષાઢી બીજનો ભવ્ય વિભવ્ય મેળો ભરાય છે જેમાં લાખો લોકો દર્શન કરવા તથા મેળો માણવા માટે આવતા હોય છે જેમાં જેતપુર તાલુકા માં થી પણ હજારો લોકો આ પરબના પીરના દર્શન અને મેળો માણવા માટે જવાના હોવાથી જેતપુર એસટી ડેપો દ્વારા બાર જેટલી બસની સુવિધા રાખવામાં આવી છે જેતપુર એસટી ડેપો મેનેજર રામકુભાઈ જણાવે છે કે 15 તારીખથી અમે આ વ્યવસ્થા શરૂ કરીશું અને 16 તારીખે થી 24 કલાક લોકોને રાઉન્ડ ધ ક્લોક બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

રિલેટેડ ન્યૂઝ