ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક અઠવાડિયાના જામીન આપ્યા છે. જેલમાંથી છૂટે ત્યારથી ૭ દિૃવસ સુધી જામીન મંજૂર કરાયા છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા ચૈતર વસાવાએ હંગામી જામીન માંગ્યા હતા. તેઓ ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં વડોદૃરાની જેલમાં સજા ભોગવી રહૃાા છે. કુલ ૭ વર્ષ કેદૃની સજા નર્મદૃા કોર્ટે કરી છે. કોર્ટે કહૃાું હતું કે તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં. સાથે જ લોકો અને મીડિયાને પણ સંબોધન કરી શકશે નહીં.
મીડિયા ઈન્ટરવ્યૂને લઈને કોર્ટે ખાસ ટકોર કરતા કહૃાું કે ચૈતરનો મીડિયા ઈન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. સાથે જ ચૈતરની હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં ખોટું રિપોર્ટિંગ થયાની નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતરના વકીલે આ મામલે અને કોર્ટની અન્ય શરતો પાળવા કોર્ટને બાહેંધરી આપી છે.
