રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, ભૂજ સહિતનાં શહેરો સાથે જોડતાં મહત્વનાં બંને માર્ગો આજે પણ ટુ લેન
ગુજરાત રાજયને ડો. જીવરાજ મહેતાનાં સ્વરૂપમાં પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલીને આઝાદીનાં 80 વછર્ષ બાદ પણ માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તમામ પક્ષોનાં શાસકો નિષ્ફળ સાબિત થયા છે.
આજનાં ઝડપી યુગમાં ટુ-વ્હીલરથી મસમોટા ટ્રક સુધીનાં વાહનો હાઈટેક અને હાઈસ્પીડે દોડી રહૃાા છે. વાહનોનું પ્રમાણ છેલ્લા ર0 વર્ષમાં પ00 ટકા વધી ગયું હોવાથી સિંગલપટ્ટી, બાદમાં ડબલ પટ્ટી માર્ગ બન્યા અને હવે, ફોરલેન માર્ગની અત્યંત જરૂરિયાત ઉભી થઈ છે.
અમરેલીને સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતાં રાજકોટને જોડતો માર્ગ તેમજ અમરેલીનેરાજયનાં પાટનગર ગાંધીનગર સાથે જોડતો માર્ગ આજે પણ ટુ લેન છે. અમરેલીથી દરરોજ હજારો વાહનો રાજકોટ, ભુજ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત કે મુંબઈ અવરજવર કરતાં હોય છે. જેમાં અમરેલીથી બાબરા અને ચાવંડ વચ્ચેનો માર્ગ ફોરલેન બને તો વાહનોની એવરેજ વધે, નાગરિકોનો સમય બતે અને અકસ્માતની ઘટના ઓછી થાય તેમ હોવાથી અમરેલીથી બાબરા વચ્ચેનાં 33 કિ.મી. અને અમરેલીથી ચાવંડ વચ્ચેનાં 3ર કિ.મી.નાં માર્ગને ફોરલેન બનાવવો જરૂરી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલીથી ચાવંડ વચ્ચેનાં માર્ગમાં આવતાં ઈશ્વરીયા, જરખીયા અને લાઠી (દુધાળા)નાં 3 વ્યકિતોઓમાંથી ર વ્યકિતઓ સત્તા પક્ષનાં લોકસભાનાં અને એક વ્યકિત રાજયસભાના સાંસદ છે. એટલે કે મોસાળે જમણ અને મા પીરસનારી છતાં પણ ત્રણેય સાંસદો માર્ગને ફોરલેન બનાવતા નથી.
આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા બંને માર્ગોને ફોરલેન બનાવવામાં ન આવે તો ચૂંટણીમાં આ મુદો વિપક્ષને ફાયદારૂપ બનશે તેવું સૌ માની રહૃાું છે.
