ગુજરાત ના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારો માં ઓછા વરસાદને કારણે દુષ્કાળ ની સ્થિતિનુ નિર્માણ થતુ જોવા મળી રહ્યું છે. હાલ અમુક જિલ્લાઓમાં ખેતીનો પાક નિષ્ફ્ળતા તરફ છે તો ક્યાંક હજુ સિંચાઈની સુવીધાઓથી પાક બચતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ પાક ને બચાવવાં માટે સિંચાઈ અતિ આવશ્યક છે.ત્યારે હાલ વડિયા કુંકાવાવ તાલુકામાં પાણીના તળ નીચે જતા ખેડૂતોના ઉભા પાકને બચાવવાનો પડકાર ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કુવાવાવ-વડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણી દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર અને વડિયા મામલતદાર વડીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો પાક બચાવવા માટે પોતાના કુવાઓમાંથી પાણી મેળવી સિંચાઈ કરી રહ્યા છે, પરંતુ હવે અનેક કુવાઓમાં પણ પાણીનું સ્તર ઘટી ગયું હોવાથી પાણીના તળ નીચે ગયા છે.ખેડૂતોની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી **સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સોની યોજના)નું પાણી તાલુકાના જરૂરી ચેકડેમો અને તળાવો અને ડેમમાં પાણી તાત્કાલિક છોડવાની માંગ કરવામાં આવી છે જેથી નદીના તળ સાજા થતા હૈયાત પાકને બચાવી શકાય.આ રજુવાતમાં તાલુકા કોંગેસ પ્રમુખ દ્વારા સાત દિવસમાં સોની યોજનાનું પાણી ચેકડેમો અને તળાવોમાં છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે સાથે જો આ બાબતે સાત દિવસમાં પાણી છોડવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.હવે જોવાનું એ રહ્યું કે શું વર્તમાન સરકાર કોંગેસ પક્ષના નેતાની રજુવાત સાંભળી ને દુષ્કાળ ના ભણકારા વચ્ચે સૌની યોજના પાણી છોડી ખેડૂતો ની વહારે આવે છે કે પછી ખેડૂતોના પાક સિંચાઈ ના અભાવે નિષ્ફ્ળતા તરફ જાય છે તે તો આવનારો સમય જ બતાવશે.વાસ્તવ માં હાલ ખેડૂતોના ઉભા પાકને બચાવવો ખુબ જરૂરી છે અને સૌની યોજના થી નર્મદાના નીર છોડી ને પાક ને બચાવી શકાય તેમ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના પાતાપુરની શેરીઓમાં શિકારની શોધમાં સિંહ પરિવારની એન્ટ્રી
બે સિંહણ સાથે સિંહબાળની લટાર ઈઈઝટમાં કેદ 54 CCTV કેમેરાથી ગામની સુરક્ષા પર નજર, વન વિભાગનું... -
તોફાની પવનની આગાહીના પગલે દીવાદાંડીમાં 3 નંબરનું સિગ્નલ લાગતા પરત ફરતા માછીમારોને નુકશાન
ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગાંધીનગર કંટ્રોલ રૂમની સૂચના મુજબ દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનની... -
ઉનાના ઊંટવાળા-લુહારીમૌલી વચ્ચે વાડીમાં દીપડાનો હુમલો, હાથ-પગે ગંભીર ઈજા
વાડીમાં કામ કરતા આધેડને જડબામાં દબોચ્યો ઉના તાલુકાના ઊંટવાળા અને લુહારીમૌલી ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં...
