અરબી સમુદ્રમાં ભારે કરંટ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની વકી

ગુજરાતમાં વરસાદૃના એક નવા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદૃી માહોલ બરાબરનો જામશે.

લો-પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે

હવામાન વિભાગ અનુસાર આગામી ૪૮ કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સમયગાળા દૃરમિયાન દૃક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદૃ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે.
પાટનગર ગાંધીનગર અને અમદૃાવાદૃમાં પણ મેઘરાજા મહેરબાન થશે. આ બંને મોટા શહેરોમાં આગામી દિૃવસોમાં ભારે વરસાદૃ પડવાની આગાહી છે.આવતીકાલે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદૃની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દૃરિયાકાંઠાના વિસ્તારો માટે વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહૃાો હોવાથી અને પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા હોવાથી, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં દૃરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દૃરિયાઈ સુરક્ષાના ભાગરૂપે રાજ્યના વિવિધ પોર્ટ પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ ખરાબ હવામાન અને દૃરિયામાં ભારે તોફાનની શક્યતા દૃર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ