બે સિંહણ સાથે સિંહબાળની લટાર ઈઈઝટમાં કેદ
54 CCTV કેમેરાથી ગામની સુરક્ષા પર નજર, વન વિભાગનું નાઇટ પેટ્રોલિંગ તેજ
ઉના પંથકના પાતાપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવાર ની રોમાંચક લટાર જોવા મળી હતી શિકારની શોધમાં બે સિંહણ સાથે એક સિંહબાળ ગામની શેરીઓમાં આવી પહોંચ્યા હતા. સિંહ પરિવારની આ રાત્રીની હિલચાલ સ્થાનિક ઈઈઝટ કેમેરામાં કેદ થતાં ગ્રામજનોમાં કૂતુહલ સાથે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
આશરે 1400ની વસ્તી ધરાવતું પાતાપુર ગામ જંગલ વિસ્તારની સાવ નજીક આવેલું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં સિંહોની અવરજવર હવે અવારનવાર જોવા મળી રહી છે. સિંહો માત્ર રાત્રિના સમયે જ નહીં, પરંતુ કેટલીક વખત દિવસ દરમિયાન તેમજ આસપાસના ખેતરોમાં પણ લટાર મારતા જોવા મળે છે. જેના કારણે ગ્રામજનો માટે સિંહોની હાજરી હવે દૈનિક જીવનનો એક ભાગ બની રહી છે.
સિંહોની સતત ચહલપહલને ધ્યાનમાં રાખીને ગ્રામજનોની સુરક્ષા માટે સરપંચઅરુણાબેનછોડવડિયા દ્વારા ગામના વિવિધ સ્થળોએ 54 ઈઈઝટ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા નેટવર્ક મારફતે ગામની શેરીઓમાં સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવે છે. સિંહ દેખાય ત્યારે તાત્કાલિક ગ્રામજનોને એલર્ટ કરી સાવચેત કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ વચ્ચે સાવચેતી
પાતાપુર અને આસપાસનો ખુલ્લો ખેતીવાડી વિસ્તાર વન્યજીવો માટે અનુકૂળ હોવાથી સિંહોની અવરજવર વધી રહી હોવાનું સ્થાનિકો જણાવે છે. સિંહોનો વસવાટ અને અવરજવર વધતા માનવ-વન્યજીવ સંઘર્ષ ન સર્જાય તે માટે વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને વહેલી સવારે અથવા મોડી સાંજે ખેતરે જતી વખતે ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગામમાં ઈઈઝટની નજર અને વન વિભાગના પેટ્રોલિંગ વચ્ચે પાતાપુરમાં વનરાજ અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
