દીવમાં માટી ચોરીના પ્રકરણમાં મામલતદારે કાર્યવાહી શરૂ કરી

દીવના ઘોઘલા ગામે સ્મશાન રોડ ઉપરથી છેલ્લા ઘણા દિવસોથી માટી ચોરી થતી આ માટી ડમ્પરો દ્વારા ગુજરાતમાં ઠલવાતી આ માટી માટે 6 થી 7 ડમ્પરો રેગ્યુલર માટી લઈને તડ ચેક પોસ્ટ બાજુથી પસાર થતા હતા જેની જાણ દીવ પ્રશાસનને થતા દીવ કલેકટરના દિશા નિર્દેશમાં મામલતદાર ધર્મેશ દમણીયાએ આ માટી પ્રકરણમાં કાર્યવાહી શરૂ કરી હતી.
આ કાર્યવાહીમાં માટી ચોરી કરનાર કોન છે,માટી કયા જાય છે. ોરીમાં વપરાતા સાધનો હીટાચી મશીન અને ડમ્પરો વગેરે કોની માલીકીના છે જેની તપાસ શરૂ કરતા માટી ચોરીમાં ફફડાટ ફેલાયો છે.
હીટાચી અને ડમ્પરો કોના છે જેની માહિતી મેળવવા પોલીસ વિભાગ ને પણ તપાસ સોંપવામાાં આવી છે. તપાસ બાદ આ પ્રકરણમાં સામેલ દરેક ઉપર કાર્યવાહી થાય તે જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ