“સમાજ શાસ્ત્રમાં શ્યામાચરણ દુબેનું યોગદાન વિષય પર યોજાયો પરિસંવાદ

પ્રો.(ડૉ.)એસ.સી. દુબેનાં જન્મદિન ઉજવણી રૂપે સમાજશાસ્ત્રમાં તેમનાં સંશોધનોને આત્મસાત કરીએ – કુલપતિ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ઓનલાઈન મોડ દ્વારા ’સમાજશાસ્ત્રમાં પ્રો.(ડો.) શ્યામાચરણ દુબેનું યોગદાન’ વિષય પર નિષ્ણાતો દ્વારા ઓનલાઇન મોડથી વ્યાખ્યાન યોજાયુ હતુ. 25 જુલાઇ 1922માં જન્મેલા શ્યામાચરણ દુબેનાં અવતરણ દિવસ પર ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા કુલપતિ ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને આયોજિત સેમિનારનાં ચેરમેન અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગૂજરાત યુનિ.નાં પૂર્વ કુલપતિ પ્રો. (ડો.) હેમીક્ષા રાવએ પ્રો.(ડો.) એસ..સી. દુબેનાં વિશાળ સંશધોન ક્ષેત્રોની સરાહના કરતા જણાવ્યુ હતુ કે ડો. શ્યામચરણ દુબે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી હતા. પરંતુ તેમણે મધ્ય પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરતી કમાર આદિવાસી જાતિઓનો અભ્યાસ કર્યો હતો. તેઓએ નાગપુર કોલેજમાં અને પછી લખનૌ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. તેમનો તેલંગણમાંના સમિરપેટ ગામનો અભ્યાસ અમેરિકન માનવશાસ્ત્રી રોબર્ટ રેડફિલ્ડે કરેલા (1930) અભ્યાસના અનુસંધાનમાં મહત્વનો ગણાય છે. જ્ઞાતિ અને તેની નિયંત્રણવ્યવસ્થા, આધિપત્ય, નેતૃત્વ, ચૂંટણીની પ્રક્રિયા, પંચાયતી માળખાં તથા નવી યોજનાઓ દ્વારા ગ્રામપરિવર્તનનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેની વાસ્તવિક સ્થિતિનો તેમણે સુંદર ચિતાર આપ્યો છે. ભારતીય માનવશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ તેમને એસ. સી. રોય સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી ફોર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ એડવાઇઝરી કમિટી ફોર અથ્રોપોલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ ડો. ત્રિવેદી અને સમાજશાસ્ત્ર ભવનનાં સર્વ પ્રાધ્યાપકશ્રીને બિરદાવતા જણાવ્યુ હતુ કે યુવાઓનું સમાજશાસ્ત્રીય અધ્યયન કરનાર સમાજશાસ્ત્રીનાં જન્મદિવસની ઉજવણી કરી અભ્યાસરત છાત્રોમાં આ તકે નિષ્ણાત વક્તા તરીકે ડો.અરવિંદ કુમાર જોશી. (ભૂતપૂર્વ ડીન અને વડા, સમાજશાસ્ત્ર વિભાગ, બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસી)એ પોતાનાં પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે શ્યામાચરણ દુબે સમાજશાસ્ત્ર વિષયમાં ઉંડો અભ્યાસ આજેય યુવાનોમાં પ્રેરણાપુંજ બની રહ્યો છે. ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.,ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ અને એડવાન્સ્ડ સ્ટડીઝ(સિમલા)ના નિયામક તથા સગર યુનિવર્સિટીના માનવશાસ્ત્રના પ્રાધ્યાપક તથા જમ્મુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે પણ સેવાઓ આપી હતી. તેમણે માનવશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી જાતિઓના અભ્યાસો, ગ્રામીણ અભ્યાસો, કુટુંબકલ્યાણ અને સામૂહિક વિકાસ અંગેની યોજનાઓના મૂલ્યાંકન સંદર્ભમાં તથા રાજકીય માનવશાસ્ત્ર પરત્વે ખાસ ખેડાણ કર્યું હતું. મધ્યપ્રદેશના છત્તીસગઢ પ્રદેશમાં, આંધ્રના તેલંગણમાં, પશ્ચિમ ઓરિસા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં ક્ષેત્રકાર્ય કર્યું હતું. તેમનો મુખ્ય રસ સામાજિક સંરચના, ગ્રામપરિવર્તન તથા વ્યવહારલક્ષી માનવશાસ્ત્ર પરત્વે હતો.
યુનિ.નાં કુલપતિ ચેતન ત્રિવેદીએ આ વેબીનારમાં જોડાયેલ છાત્રોને શીખ આપતા જણાવ્યુ હતુ કે પ્રો.(ડો.) એસ.સી.દુબેનાં જન્મદિન ઉજવણી રૂપે સમાજશાસ્ત્રમાં તેમનાં સંશોધનોને આત્મસાત કરીએ અને ભારતિય જ્ઞાન પરંપરાને અનુસરીએ
આ વેબીનારમાં ગુજરાતભરમાંથી સમાજશાસ્ત્ર વિષય નિષ્ણાંતો, અભ્યાસુ વિદ્યાર્થીઓ, અને બૈાધિકો જોડાયા હતા.વેબીનારનાં સંકલનકાર પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ પ્રારંભે ઓનલાઇન મોડથી ઉપસ્થિત સૈા કોઇને આવકારી ડો. એસ.સી.દુબેનાં જન્મદિવસની ઉજવણી ઉપલક્ષ્યે કાર્યક્રમો હેતુ સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન પ્રો. ઋષિકેશ ઉપાધ્યાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.(ડો) પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ