દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયામાં રહેતા એક મહિલા શનિવારે સાંજના સમયે સ્કૂલ બસમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અત્રે બેઠક રોડ પર આવેલી એક પાનની દુકાન પાસે પહોંચતા વિદ્યાર્થીઓને ઉતારી રહેલા મહિલા પાસે આવીને રામ કરશન ભાચકન નામના શખ્સે તેણીની પાસે આવીને બોલાચાલી કરી, બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, જો તેણી તેની સાથે વાત નહીં કરે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાથી ઉપરોક્ત સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપી રામ કરસન ભાચકન સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
બીજા બનાવમાં દ્વારકાના રાવળા તળાવ પાસેથી પોલીસે આલાભા પત્રામલભા મકવાણા અને રવિ પ્રતાપ તાવડી નામના બે શખ્સોને તેમજ હોલીસ્ટોન હોટલ પાછળના ભાગેથી કનુભા નાથાભા માણેક અને કિરીટ ક્રિષ્નાલાલ ઉપાધ્યાય નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
