કોટડા સાંગાણીમાં પવનચક્કીનો સામાન ચોરનાર શખ્સ પકડાયો

ઇલેકટ્રીક કોપર વાયર સર્વર રૂમનું તાળુ તોડી તફડાવી ગયો હતો

કોેટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવન ચક્કીનું સર્વર રૂમનું તાળુ તોડી ઈલેકટ્રીક કોપર વાયરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને પોલીેસે પકડી પાડયો છે. રાજકોટ રે-જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા કે.જી.ઝાલા ના.પો અધી ગોંડલ વિભાગ ગોંડલ નાઓએ ચોરીના ગુન્હો શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કોટડાસાંગાણી પો.સ્ટેના પોલીસ ઈન્સ. આર.એમ રાઠોડના રાહબરી હેઠળ કોટડાસાંગાણી પો.સ્ટે ના કર્મચારીઓ પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પીપલાણા જી.આઈ.ડી.સી. પાછળ ગારાવાળી મેલડી માતાજીના મંદીર પાછળ ડુંગર પર આવેલ પવનચક્કીનું તાળુ તોડી પવન ચક્કીના ઈલેકટ્રીક કોપર વાયર કેબલ આશરે 615 મીટર જેની કિ.રૂ.15000/-ની ચોરી થયેલ હોય જે અત્રે પો. સ્ટે. ગુ.ર.નં.11213026240315/2024 ભારતીય ન્યાય સંહીતાની કલમ-305, 331(4), 54 મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપી પ્રેમજીભાઈ હરજીભાઈ ભીલ રહે.શાંતિધામ, વરસામેડી પ્લોટ નં.390 તા.અંજાર જી.કચ્છ વાળો પીપલાણા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે હકીકત મળેલ હોય કે, જે અન્વયે પીપલાણા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તપાસ કરતા આરોપી પ્રેમજીભાઈ હરજીભાઈ ભીલ રહે શાંતિધામ, વરસામેડી પ્લોટ નં.390 તા.અંજાર જી.કચ્છ વાળો એક વર્ષથી નાસ્તો-ફરતો હોય જેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ