ઉના પંથકના સનખડા ગામ નજીક બે સિંહે ચાર માલ ઢોરનું મારણ કર્યું હતું. રાત્રિના લગભગ બે વાગ્યે સિંહો ગામના ઝાંપા સુધી પહોંચ્યા હતા અને આ ઘટના બની હતી.મારણ કર્યા બાદ, સિંહોએ ખત્રીવાડા રોડ પર ભોજન લીધું હતું. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. વહેલીસવારે પણ આ સિંહો મારણ સ્થળ નજીક લટાર મારતા જોવા મળ્યા હતા. સનખડા અને ખત્રીવાડા વચ્ચે સિંહ પરિવારનો વસવાટ વધી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા પણ ખત્રીવાડા ગામ માં સિંહ જોવા મળ્યા હતા અને ગામની વચ્ચે માલઢોર નું મારણ કર્યું હતું. સિંહો જંગલ છોડીને ગ્રામ્યવિસ્તારો માં પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે, જેનું મુખ્ય કારણ સહેલાઈથી શિકાર મળવો છે.ઉના તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો વસવાટ સામાન્ય બન્યો છે. આ સ્થિતિ વન વિભાગ માટે પડકારરૂપ છે. રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન સિંહોનું લોકેશન શોધવું વન વિભાગ માટે મુશ્કેલબને છે, કારણ કે શિકારની શોધમાં સિંહોનો વિસ્તાર નિશ્ચિત હોતો નથી.સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ટાળવા વન વિભાગ દ્વારા ગામડે ગામડે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગ્રામ જનોને રાત્રિના સમયે બહાર ન નીકળવા અને સિંહોને પજવણી ન કરવા સમજાવવામાં આવે છે.જોકે, સિંહો ના ગ્રામ્ય વિસ્તારમાં આગમનથી સિંહપ્રેમીઓ પણ ગામડાઓ સુધી પહોંચી જાય છે. સિંહ મારણ પર હોય ત્યારે તેમને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.આ ઘટના બાદ, જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મૃતક ગાયોને સમાધિ આપવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
સુત્રાપાડાનાં સ્વ.હોમ ગાર્ડ જવાન લખમણભાઇ વાજાના પરિવારને રૂ.1 લાખ 55 હજારની સહાય અર્પણ
જીલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકર,પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડે સ્વર્ગસ્થના પરિવારને સાંત્વના પાઠવી સુત્રાપાડા નાં... -
સાવરકુંડલા તાલુકાના ખેડૂતોની ટેકાના ભાવથી સવા પાંચ લાખ ગુણી મગફળીની ખરીદી
સરકારની ખેડૂતલક્ષી ઉદારનીતિને આવકારતા ખેડૂત અગ્રણીઓ ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ગુજકોમાસોલના... -
તાલાલા સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ: સારવારલક્ષી સમીક્ષા કરવામાં આવી
નવનિર્મિત બની રહેલ હોસ્પિટલની કામગીરી બે માસમાં પૂર્ણ કરવા સુચનાઓ આપી:સારવાર માટે આવેલ દર્દીઓના અભિપ્રાય લીધા...
