વેરાવળમાં દર્શન સ્કુલ અને ન્યુ દર્શન સ્કુલમાં વિજ્ઞાન મેળો, ચિત્ર પ્રદર્શન યોજાયા

વિવિધ વૈજ્ઞાનિકો કૃતિઓ અને ચિત્રો રજુ કર્યા

વેરાવળ માં સ્વ ભારતી મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દર્શન સ્કૂલ તથા ન્યુ દર્શન સ્કૂલ માં વિજ્ઞાન મેળો તથા ચિત્ર પ્રદર્શની યોજાયેલ જેમાં વિજ્ઞાન મેળામાં ધો 5 થી 9 નાં બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. જેમાં 37 કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. ધો 5 થી ધો 11 નાં ભાઇઓ – બહેનોએ હાથે બનાવેલ ચિત્ર પ્રદર્શનમાં રજૂ કરેલ હતા. ધો.11 ના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાનું પણ આયોજન કરેલ હતું. આ વિજ્ઞાન મેળા નું ઉદ્ઘાટન શાળા ના પ્રમુખ ભુપેન્દ્રભાઇ વિઠલાણી ના હસ્તે રીબીન કાપી ને કરવામાં આવ્યું જેમાં જે. એમ. સાયન્સ કોલેજના પ્રોફેસર મનોજભાઈ વાઢેર, હિનાબેન મકવાણા એ નિર્ણાયક તરીકે ની ભૂમિકા બજાવી હતી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ની સમજ વિશે વકતવ્ય આપેલ હતું. વિજ્ઞાન મેળા માં પણ બાળ વૈજ્ઞાનિકોએ આધુનિક જમાનાના વિકાસને ધ્યાને લઇ રેઈન વોટર સિસ્ટમ, ઓટોમેટિક વોટર લેવલ ઈન્ડીકેટર રોબોટ, સોલાર કાર, બ્લાઈન્ડ મેન્સ ગ્લાસ, વોટર ઈલેક્ટ્રીસીટી, બાષ્પોત્સર્જન ની ક્રિયા, આર્મી કેમ્પ, સોલ્યુશન ઓફ અવર પ્રોબ્લેમ, વિન્ડ પાવર જનરેશન, એર પોલ્યુશન, લેસર સિક્યુરિટી, હાઇડ્રોલિક બ્રિજ, સિસ્મોગ્રાફ,અર્થ ક્વિક એલર્ટ આલાર્મ, સ્માર્ટ સિટી, વોટર સાયકલ, વોટર મેનેજમેન્ટ, જ્વાળામુખી, સૌરમંડળ, પોલ્યુશન વર્કિંગ મોડલ જેવા પ્રયોગો અને તેના વૈજ્ઞાનિક ઉકેલ દર્શાવતો પ્રોજેક્ટ રજૂ કરેલ હતા. દર્શન પ્રાથમિક શાળામાંથી પ્રથમ નંબરે આર્મી કેમ્પ બીજા નંબરે સ્માર્ટ સિટી અને ત્રીજા નંબરે હાઈડ્રો વોટર મેનેજમેન્ટ, વોટર સાયકલ એન્ડ જ્વાળામુખી, અને દર્શન માધ્યમિક શાળામાંથી પ્રથમ નંબરે ફાયર રોબોટ, બીજા નંબરે રોબોટ અને ત્રીજા નંબરે વિન્ડ પાવર જનરેશન આ પ્રયોગ રહ્યા હતા.જ્યારે ન્યુ દર્શન પ્રાથમિક શાળામાંથી પ્રથમ નંબરે હાઇડ્રોલિક બ્રિજ બીજા નંબરે અર્થ ક્વિક એલર્ટ આલાર્મ અને ત્રીજા નંબરે રેઈન વોટર હાર્વેસિ્ંટગ સિસ્ટમ આ પ્રયોગ રહ્યા હતા. ચિત્ર પ્રદર્શન માં દર્શન શાળામાંથી પ્રથમ નંબરે ગઢીયા શ્રધ્ધા બીજા નંબરે આયુશી ભુટ્ટી અને ત્રીજો નંબર સિયા દયાતર એ મેળવેલ જ્યારે ન્યુ દર્શન પ્રાથમિક શાળામાંથી પ્રથમ નંબરે કુકડિયા હર્ષદ અને દર્શન માધ્યમિક શાળામાંથી પ્રથમ નંબરે રિયા, નેન્સી, મિતલ બીજા નંબરે ચોપડા સાક્ષી અને ત્રીજો નંબર સોલંકી આર્યન મેળવેલ હતી. વિજ્ઞાન મેળાના અંતે શાળાના પ્રમુખ વિઠલાણી એ બાળ વૈજ્ઞાનિકો ને ભવિષ્યમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ