ઉનામાં વકીલ મંડળે મામલતદાર કચેરીની કામગીરી સામે રોષ વ્યક્ત કરી આવેદન આપ્યું !

કામગીરીમા થતો વિલંબ અને ફાઈલો ગુમ થવા સહિતના મુદ્દે મામલતદારને રજૂઆત કરી : 50થી વધુ વકીલોએ એકસૂરે જણાવ્યું હતું કે,વકીલો અને સામાન્ય જનતાના કામ સમયસર થતા નથી

ઉના શહેરના વકીલ મંડળ દ્વારા ઉના મામલતદાર કચેરી મા પ્રજાકીય કામો લોકો ના વકીલો મારફતે થતા કામો મા વિલંબ કરી યેનકેન પ્રકારે સમય મર્યાદા મા કામો થતાં નહીં હોવા નો તેમજ સરકારી કાગળો ની ફાઈલો ગુમ કરી દેવાતી હોવા અંગે ની રજૂઆત સાથે આવેદનપત્ર ઉના વકીલ મંડળના પ્રમુખ સવજીભાઈ પરમાર, દિવ્યરાજસિંહ ચુડાસમા, જીગ્નેશભાઈ જોશી, વિપુલભાઇ જોશી, અજયભાઇ બામભણીયા સંજર બાપુ કાદરી, મોહનભાઈ બાંભણીયા,જાવીદભાઈ પઠાણ સહિત ના વકીલો આપી રોષ વ્યક્ત કર્યો હતો વકીલ મંડળ દ્વારા એવો રોષ વ્યક્ત કરાયો હતો કે ઉના મામલતદાર કચેરીમાંથી ફાઈલો ગુમ થઈ જાય છે. મામલતદાર કોર્ટમાં ચાલતા કેસોની તારીખના દિવસે વકીલો હાજર હોય છે, પરંતુ મામલતદાર હાજર ન હોવાથી વકીલો અને અરજદારોને રાહ જોવી પડે છે. કચેરીનો સ્ટાફ પણ યોગ્ય જવાબ આપતો નથી અને અંતે ’સાહેબ કામ સબબબહારગયાછે’તેવુંજણાવવામાં આવે છે. વધુમાં, જન્મ-મરણની નોંધણીના કાયદા હેઠળ વકીલો દ્વારા નિયમ મુજબ અરજીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવે છે. તેમ છતાં, જો કોઈ દસ્તાવેજી પુરાવામાં અપૂરતા હોય તો વકીલોને જાણ કર્યા વિના અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવે છે. આવા અનેક કામોમાં કચેરીના જવાબદાર કર્મચારીઓ દ્વારા વકીલો અને સામાન્ય પ્રજાને હેરાનગતિનો સામનો કરવો પડે છે.વકીલ મંડળે માંગણી કરી હતી કે, મામલતદાર કચેરી માં ચાલતા કેસોની તારીખ જિલ્લા કલેક્ટર કચેરીની જેમ જાણ કરવામાં આવે. તેમજ સામાન્ય કામોમાં વકીલો અને પ્રજાને હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આંદોલન કરવાની ચીમકી પણ વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. અરજીનો આખરી હુકમ કરવામા આવે તો તેની જાણ માહીતી જે તે કેસના વકિલશ્રીઓને કરવાની હોય છે તેમ છતા કચેરી ધ્વારા આવી જાણ કરવામાં આવતી નથી. માત્ર પક્ષકાર એકલાને જાણ કરવામાં આવે છે. ઘણી વખત આવા પોસ્ટ કવરો પોસ્ટ ધ્વારા વ્યકિતને પહોચાડવામા ન આવે તેવુ પણ બની શકે છે. શા માટે પક્ષકાર અને વકિલશ્રી બન્નેને જાણ કરવામા આવતી નથી ? તેવી પણ રજૂઆત કરાયેલ હતી અને માંગણી કરી હતી કે વકિલશ્રી ધ્વારા જન્મ કે મરણની અરજી કોર્ટમા દાખલ કરવામા આવે એટલે તે અરજી રજીસ્ટરે લેવા ઘટતા દસ્તાવેજની પુર્તતા કરવા માટે જે તે કેસના વિ.વકિલશ્રીને જાણ કરવા સદર અરજીની મુદત તારીખની વિ.વકિલશ્રીને લેખીતમા જાણ કરીને અરજીના આખરી હુકમની વિ.વકિલશ્રીને જાણ કરવા રજૂઆત કરી હતી મામલતદાર કોર્ટ મા ચાલતા તકરારી કેસો પેશકદમીના કેસો, ચેપ્ટર કેસો વિગેરે અન્ય પ્રકારના કેસો ચાલતા હોય છે. જેમા વકિલશ્રીઓ રોકાયેલા હોય છે. આ વકિલશ્રીઓ કોર્ટમા મુદતે સમયે કેસ ચલાવવા જાતે હાજર થઇ મામલતદાર ના આગમનની રાહ જોતા હોય છે. કેસ ચલાવવા આવવાના છે કે નહી તે બાબતે તપાસ કરવામા આવે તો ત્યારે કર્મચારી યોગ્ય જવાબ આપતા નથી. અન્ય કામે ગયેલા હોય તો તેવા દિવસે વકિલશ્રીઓને તેમજ પ્રજાને અસીલોને ધક્કા થાય છે લોકો પરેશાન થાય છે.આવા સંજોગોમા માન. જીલ્લા કલેકટરશ્રીની કોર્ટમા ચાલતા કેસોની સુનાવણીની નવી તારીખોની માહીતી તુરતજ (એડવાન્સમા) વોટસએપ ઉપર મોકલી આપવામા આવે કોર્ટમા ચાલતા કેસોની મુદત તારીખે સાહેબ કેસ ચલાવવા હાજર રહી શકો તેમ ન હોય ત્યારે તેમજ અન્ય કામમા રોકાયેલ હોય આવા કે અન્ય કારણોસર કેસોમા માત્ર બીજી તારીખ નાખવાની હોય તો તેવા સંજોગોમા વકિલશ્રીઓને વોટસએપના માધ્યમથી એડવાન્સમા જાણ કરવા ઉના વકીલ-મંડળ એમાંગણી કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ઉના વકીલ મંડળે મામલતદાર કચેરીની કામગીરી માં વિલંબ અને ફાઈલો ગુમ થવા સહિતના મુદદે 50થી વધુ વકીલોએ એકસૂરે જણાવ્યું હતું કે, વકીલો અને સામાન્ય જનતાના કામ સમયસર થતા નથી.

રિલેટેડ ન્યૂઝ