વેરાવળની એન. જે. સોનેચા ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘મહિલા સશક્તિકરણ’ અને કાનૂની જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (ગઉંજખઝઈં) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભમાં ‘મહિલા સશક્તિકરણ’ વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન સંસ્થાના વુમન ડેવલપમેન્ટ સેલ ના કો-ઓર્ડીનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવી સિદ્ધપુરા દ્રારા કરવામાં આવ્યું હતું. “કાનૂની જાગૃતિ એ જ સ્ત્રીની તાકાત છે” ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કાયદાકીય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર પૂજા રાયઠઠ્ઠા દ્વારા કરવામાં આવ્યું હતું.મિત્તાબેન કારિયા એ (પેનલ લોયર, નોટરી, મેડિએટર) વિશેષ કરીને ’વુમન સેફ્ટી એન્ડ રાઈટ્સ’ (મહિલા સુરક્ષા અને અધિકારો) વિભાગ હેઠળ સ્ત્રીઓને મળતા બંધારણીય હકો અને સુરક્ષા માટેની વિવિધ કલમો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. બકુલાબેન ડાભી એ (એડવોકેટ) ’મહિલા સશક્તિકરણ’ બાબતે પ્રેરણાદાયી વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓએ માનસિક અને સામાજિક રીતે મજબૂત બનીને દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. મંજુબેન ગોહિલ (એડવોકેટ) કનકભાઈ બોરીચાંગર (એડવોકેટ) અને અલ્પેશ ભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર રક્ષિતા મુરબીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હોવાનું યાદી માં જણાવ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
વડિયાને કાયમી મામલતદાર કયારે મળશે? ઇન્ચાર્જથી ચલાવવામાં આવતું ગાડુ
સજાના કેન્દ્ર તરીકે જાણીતા વડિયાના કર્મચારીઓના પ્રશ્ર્નો જાણી નિવારણ જરૂરી અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક... -
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં... -
સુત્રાપાડાના ધામળેજ બંદરે સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા મઢી પર્વની ધામધૂમથી ઉજવણી
સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર વિસ્તારમાં સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા પરંપરાગત મઢી પર્વની ઉત્સાહભરી ઉજવણી કરવામાં...
