ચિત્તાઓ માટે ગુજરાત સરકાર દ્વારા અનુકુળ વાતાવરણ તૈયાર કરાયું
એક તરફ સૌરાષ્ટ્રમાં ગીરના સિંહોની ત્રાડ હવે વધુ નજીક સંભળાવા લાગી છે તો ટુંક સમયમાં ચિતાની દહાડ પણ કચ્છમાં સંભળાશે. રાજયના વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ વિધાનસભામાં માહિતી આપી કે કચ્છના બની ક્ષેત્રના ઘાસના મેદાનો ચિતાના વસવાની તમામ સાનુકુળતા ધરાવે છે અને રાજય સરકારે ત્યાં ચીતાના રહેણાંક સ્થાપવા યોગ્ય વાતાવરણ માટે રૂા.14.70 કરોડનો ખર્ચ કરી લીધો છે અને દેશના દશકામાં પુર્વ ચિતા વસતા જ હતા અને હવે કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશમાં ક્રુનોના જંગલીય ક્ષેત્રમાં 2022થી આફ્રિકન દેશો પાસેથી મેળવાયેલા ચિતાના વિશાળ પરિવારોનાં વસવાટ સફળતાપુર્વક અમલમાં મુકયા છે અને તે વસતિ વધી રહી છે તે બાદ હવે ગુજરાત એ દેશમાં ચિતાના વસવાટનું બીજું ડેસ્ટીનેશન બનશે. ગુજરાતમાં 1947 પુર્વે ચિતામાં વસતા જ હતા હવે તેનું ફરી આગમન શરૂ થશે તેના માટેનું વાતાવરણ પણ બની ગયું છે.
