જાફરાબાદના શિયાળ બેટમાં વીજ પુરવઠા માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી

ધારાસભ્યની રજૂઆત બાદ ઉર્જામંત્રીએ મંજુરી આપી

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિયાળબેટ ટાપુ, તાલુકો જાફરાબાદ, જિલ્લા અમરેલી, જે દરિયાથી ઘેરાયેલ છે અને જ્યાં આશરે 8500 લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યાં હાલ સ્થિર 3-ફેઝ વીજ પુરવઠાની સમસ્યા છે. વર્ષ 2021માં આવેલા તૌકતે વાવાઝોડા કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થતાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઙૠટઈક દ્વારા સમુદ્રની અંદર અંડરસી બરિયલ પદ્ધતિ દ્વારા નવી 11 ઊંટ સિંગલ કોર 150 ચો.મીમી કોપર ડકઙઊ સબમરીન કેબલ (કુલ 26.52 કિમી) બિછાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક1 બીડર તરીકે M/s AMBA Shipping and Logistics Pvt. Ltd. (JV kp’¡ M/s Arendal Subsea Pvt. Ltd.) ‘ પસંદ થયેલ છે. ભાવચર્ચા બાદ પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 30.14 કરોડ નક્કી કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શિયાળબેટ ટાપુને સ્થિર અને ગુણવત્તાસભર 3-ફેઝ વીજ પુરવઠો મળશે, જે સ્થાનિક રહેવાસીઓના જીવનસ્તર સુધારવામાં તેમજ પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

રિલેટેડ ન્યૂઝ