નકલી દુધ બનાવવાની સાધનસામગ્રી સહિત કુલ રૂા. 4,68,140ના મુદ્દામાલ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરાઇ
તાલાલાના ગુંદરણ ગામ નજીકથી બનાવટી નકલી દુધ બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન અનુસાર ગઇ તા.16/03/2026ના મોડી રાત્રીના સમયે એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ. સુવોની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના એ.એસ.આઇ. જીગ્નેશગીરી અમૃતગીરી તથા પો.કોન્સ. કલ્પેશભાઇ કાનાભાઇ તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ.સોનીંગસિંહ રાજસિંહ નાઓની સંયુકત બાતમી આધારે ફૂડ સેફ્ટી ઓફિસરરે ગીર સોમનાથ નાઓને સાથે રાખી તાલાળા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમા રહેતા રવિ કાળાભાઇ કરમટાના રહેણાંક મકાનના વાડામાં રેઇડ કરતા ભેળસેળ યુકત તથા બીલકુલ બનાવટી (નકલી) દુધનો જથ્થો તથા નકલી દુધ બનાવવાની ચીજવસ્તુઓ તથા સાધન સામગ્રી મળી આવેલ જે અન્વયે ફુડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી એસ.એસ.રાવલ તથા તેની ટીમને સાથે રાખી તપાસ કરતાં પામતેલ તથા કોઇપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દુધ બનાવી મોટા પ્રમાણમાં દુધના જથ્થાનું ઉત્પાદન કરી તાલાળાની જુદી-જુદી દુધ ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલા પકડાઇ ગયેલ હોય જેથી ફુડ ઇન્સ્પેકરટરો દ્રારા જરૂરી નમુનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દુધ બનાવવાના સરસામાનનો જથ્થો જે-તે સ્થિતીમા સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સ્થળ ઉપરથી નકલી દુધ બનાવવાની સાધન સામગ્રી તથા નકલી દુધનો જથ્થો જેમાં 1) નકલી દુધ લીટર 3120 કિ.રૂ.1,65,360/- 2) પામતેલ 260 કિ.ગ્રામ કિ.રૂ.46,800/-3) દુધ બનાવવાનો પાઉડર 105 કિ.ગ્રામ કિ.રૂ.12,180/- 4) અમુલ મીલ્ક પાઉડર 16 કિ.ગ્રામ કિ.રૂ.4800/-5) કઙૠ ગેસ સિલિન્ડર નંગ-1 ગેસનો ચુલો નંગ-1 મિકસર-1 સ્ટીલના તપેલા નંગ-2 કિ.રૂ.5000/-6) દુધ ભરવાના મોટા ખાલી કેન નંગ-78 કિ.રૂ. 2,34,000/- કુલ કિ.રૂ4,68,140/-મળી આવેલ હતા. સંડોવાયેલ ઇસમ રવિભાઇ કાળાભાઇ કરમટા ઉ.વ.24 ધંધો.દુધનો રહે.ગુંદરણ ગામ પ્રેમનગર નેસ તા.તાલાળાને પોલીસે પકડી પાડેલ હતો.
