મક્કા-મદિનાની પેકેજ ટુરના રૂા.21.79 લાખ ઉઘરાવી ઠગાઇ કર્યા મામલે સાવરકુંડલામાં ફરિયાદ

મુંબઇના શખ્સોએ સાવરકુંડલાના યુવકને એજન્ટ તરીકે રાખી તેની પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા: બે શખ્સો સામે ફરિયાદ

મુંબઇમાં રહેતાં બે આરોપીઓએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા રમજાન માસ દરમ્યાન સાઉદી અરેબીયા, મક્કા મદિના ખાતે હાજી (દર્શનાર્થી)ઓને ટુરમાં લઇ જવાનું પેકેજ બહાર પાડી તેમા સાવરકુંડલા ગામે રહેતાં એક યુવકને એજન્ટ તરીકે રાખી આ યુવકે કુલ-32 હાજીઓ પાસેથી કુલ રૂા.21,79,910 પેકેજ પેટે નાણા લઇ આરોપીઓને આપેલ હતાં. પરંતુ મુંબઈનાં ઈસમો દ્વારા હાજીઓને રમજાન માસ દરમ્યાન સાઉદી અરેબીયા, મક્કા મદિના ખાતે ટુરમા નહીં લઇ જઇ તથા પેકેજના પૈસા પરત નહી આપી યુવક તથા હાજીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની સાવરકુંડલાના યુવકે મુંબઈનાં બે ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં મુંબઇ (મહારાષ્ટ્ર)માં રહેતાં જાહીદ ઇશ્તીઆક અહમદ તથા મલીક અમજદ ઇશ્તીઆક અહમદ નામનાં આરોપીએ પોતાનાં ટઘઈઘ ઝછઈંઙજ કકઙ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં રમજાન માસ દરમ્યાન સાઉદી અરેબીયા, મક્કા મદિના ખાતે હાજી (દર્શનાર્થી)ઓને ટુરમાં લઇ જવાનું પેકેજ બહાર પાડેલ તેમા સાવરકુંડલા ગામે બીડી કામદાર સોસાયટીમાં રહેતાં આસીફભાઇ ઇબ્રાહિમભાઇ ચૌહાણ નામનાં 35 વર્ષીય યુવકને એજન્ટ તરીકે રાખી અને તેમની પાસેથી કુલ-32 હાજીઓના કુલ રૂા.21,79,910 આ પેકેજ પેટે નાણા લઇ લીધાં બાદ આ હાજીઓને રમજાન માસ દરમ્યાન સાઉદી અરેબીયા, મક્કા મદિના ખાતે ટુરમા નહીં લઇ જઇ આરોપીઓએ પેકેજના પૈસા પરત નહી આપી યુવક તથા હાજીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની સાવરકુંડલાના યુવકે મુંબઈનાં બે ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ