તા 20/03 થોરડી ખાતે જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એન.એ.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ગીરગઢડા પોલીસ સ્ટેશન નાઓના રાહબરી હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટેશનના ગુ.2.નં.0186/2026 ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(2),4(3) મુજબનો ગુન્હો આરોપી સોમાભાઇ હમીરભાઇ બારૈયા રહે.થોરડી વાળાએ ગીરગઢડા તાલુકાના થોરડી ગામના સરકારી સર્વે નંબર 44 વાળી આશરે હે.5-00-00 ચો.મી. જમીનમાં આશરે 35 વર્ષથી અનઅધિકૃત ખેતી વિષયક દબાણ કરી જે જમીનમાં આંબા ઘઉં નાળીયેરી તથા અન્ય ફળાઉ ઝાડનું વાવેતર કરેલ તથા રહેણાકી મકાન તથા ઢાળીયાનુ બાંધકામ કરી સરકારી જમીનમા ગેર કાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડેલ નો દાખલ થયેલ હોય જે ગુન્હાના આરોપીને પકડવા સારૂ એક ટીમ બનાવી આ કામના નીચે જણાવેલ આરોપીની તપાસમાં હતાં તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે આરોપી થોરડી ગામ ભોંયરા વાડી વિસ્તારમાં હોવાની હકિકત મળતા આરોપીને થોરડી ગામેથી હસ્તગ કરી જેની આગળની તપાસ એમ.એફ.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ઉના વિભાગ, ઉના નાઓના ચલાવતાં હોય તેઓને સોંપી આપેલ છે. આરોપીએ ગીરગઢડા તાલુકાના થોરડી ગામમાં સરકારી સર્વે નંબર 44 વાળી જમીનમાં આશરે 35 વર્ષથી અનઅધિકૃત ખેતી વિષયક દબાણ કરી જે જમીનમાં આંબા,ઘઉં, નાળીયેરી તથા અન્ય ફળાઉ ઝાડનું વાવેતર કરેલ તથા રહેણાંકી મકાન તથા ઢાળીયાનુ બાંધકામ કરી સરકારી જમીનમાં ગેર કાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડવાનો એમ.ઓ. ઘરાવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળીયા નજીક ગોડાઉનમાંથી PGVCLના 3700 કિલો વાયરની ચોરી પોલીસે તસ્કરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા
આ પછી ગત તારીખ 18 માર્ચના રોજ બપોરના સમયે આ સ્ટોર પર ગયેલા પીજીવીસીએલના કર્મચારીઓને આ... -
વંથલી પંથકમાં કમોસમી વરસાદથી ચીકુના પાકને વ્યાપક નુકશાન
સૌરાષ્ટ્રમાં વંથલી તાલુકો ફ્રૂટ માટે હબ કહેવાય છે હાલ ચીકુની સીઝન ચાલી રહી છે ત્યારે વંથલી... -
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો કાર પલટી ગઇ અને રૂ. 2.14 લાખનો દારૂ પકડાયો
કારમાં સવાર બે આરોપીઓ નાશી છૂટ્યા: ત્રણને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા જૂનાગઢ લોકલ ક્રાઈમ...
