ઉના શહેર તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિત માં ઉના થી રાજકોટ ની કુલ 3 (ત્રણ) એસ.ટી.બસ તેમજ ગીરગઢડા થી કૃષ્ણનગર” ની 2 (બે) એસ.ટી. બસ ઉના એસ.ટી.ડેપોમાં આવેલ નવી પાંચ બસોનું રૂટ વાઈઝ લીલી ઝંડી બતાવી લોકો ની સુવીધા ને પાધયાન આપી લોકાર્પણ કર્યું હતું. ઉના એસ.ટી.બસ સ્ટેન્ડ મુકામે થી કુલ નવી 5 (પાંચ) બસોને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ)ના હસ્તે લીલીઝંડી આપી અને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ રૂટની બસો શરૂ થવાથી ઉના ગીરગઢડા તાલુકાની પેસેન્જર જનતાને ફાયદો થશે અને વધુ લાભ થશે.આતકે ઉના ડેપો મેનેજર મકવાણા ઉના ધારાસભ્યના પુત્ર રવિભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન ધીરુભાઈ છગ, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકી, આશિષભાઈ ધકાણ, બાબુભાઈ ડોડીયા, શહેર ભાજપ મંત્રી જયેશભાઈ ચુડાસમા, પિયુષભાઈ જાની, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશભાઈ વાજા, ઉના શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશનભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યના પ્રથમ 1000 બાળકોમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ સ્થાન મેળવ્યું
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9 માં લેવાતી પ્રખરતા શોધ કસોટી (ઝજઝ) વર્ષ 2025-26 માં... -
જાંજરીયા ગામ સતત ત્રીજા વર્ષે ટીબી મુક્ત જાહેર
ડોળાસા નજીકના જાંજરીયા ગામને સતત ત્રીજા વર્ષે ટીબી મુક્ત જાહેર કરવાની સાથે ગોલ્ડ મેડલ અર્પણ કરવા... -
દીવ: વણાંકબારામાં ગણતોર ઉત્સવ પ્રસંગે શોભાયાત્રા નિકળી
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહી અને દર્શનનો લીધો લાભ વણાંકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોર ઉત્સવ...
