યુવક એસ.ટી. ડ્રાઈવર તરીકેની પોેતાની ફરજ પૂરી કરી ઘેર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
રાજુલા: રાજુલા જઝ ડેપોમાં ફરજ બજાવતા અને વાવેરા ગામના રહેવાસી કશુંભાઈ વલકુભાઈ ધાખડાનું ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં અવસાન થયું છે.
મળતી માહિતી મુજબ, કશુંભાઈ ધાખડા રાત્રે રાજુલા જઝ ડેપોમાં પોતાની ફરજ પૂર્ણ કરી મોટરસાયકલ દ્વારા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજુલા નજીક ચાંદલીયા ડુંગરા વિસ્તારમાં રોડ આડું ઉતરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે ભાવનગર રીફર કર્યા હતા, પરંતુ ભાવનગર પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.
કશુંભાઈ ધાખડા છેલ્લા 10 વર્ષથી રાજુલા જઝ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉંમર આશરે 45 વર્ષ હતી. તેમના અચાનક નિધનથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આજે વાવેરા ગામે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજુલા જઝ ડેપોના મેનેજર સહિત તમામ સ્ટાફે હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
