જિલ્લા જેલમાં ધકેલી દેવાયો
ગીર સોમનાથ પોલીસ સજા વોરંટ ના કામે છ માસથી નાસતા ફરતા આરોપીને વેરાવળમાંથી પકડી પાડી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી દ્વારા નાસતા ફરતા તથા સજા વોરંટ/પકડ વોરંટ ના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય તેની સૂચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે. ના પો.ઇન્સ. જે.એન.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડ પો.સ.ઇ. આર.આર.રાયજાદા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. એન.બી.બસીયા, પો.હે.કો. એમ.વી.સોલંકી સહીતના પ્રયત્નોથી મહે. પ્રિન્સીપાલ જજ શ્રી પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ જુનાગઢ ના કેસ ના આરોપી છ માસથી નાસતા-ફરતા રફીકભાઇ ઉમરભાઇ ઠેબા ઉ.વ.34 ધંધો-મજુરી રહે-વેરાવળ નવા રબારીવાડા શેરી નં-8 ને સજા વોરંટના કામે વેરાવળ ખાતે થી પકડી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
