ઉત્ખનન દરમિયાન પથ્થરના માળખાકીય બાંધકામના અવશેષો મળ્યા
ડિસેમ્બર – 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (અજઈં)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (ઞઅઠ) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં પ્રથમ તબક્કાની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યુ હતું. દ્વારકા શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉત્ખનનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામો સહિત ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રના સાંસ્કૃતિક મ,વસાહતની પદ્ધતિ અને દરિયાઈ વેપાર સહિતની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબધ્ધ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું છે.
બેટ દ્વારકા પ્રાચીન સમયથી દરિયાકાંઠાની વસાહતો અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે જાણીતું છે. સાહિત્યિક પરંપરાઓમાં આ ટાપુનો ’અંતરદ્વીપ’ તરીકે ઉલ્લેખ છે જયારે વિદ્વાનો તેને પ્રાચીન ગ્રીક ગ્રંથ ’પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’માં વર્ણવેલ ‘બારાકા’ સાથે જોડે છે. આ વિસ્તાર ભૌગોલિક સ્થિતિા કારણે પ્રાચીન સમયમાં રોમન સામ્રાજ્ય સહિતના દેશો સાથેના વિદેશી દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર રહયુ હોય તેવા પૂરાવા પ્રાપ્ત થયા છે.
વર્તમાન ઉત્ખનન કામગીરી બેટ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કીકરના વૃક્ષો, થોરની ગીચ વનસ્પતિ અને વન્યજીવોની હાજરીને કારણે અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારકા અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં થયેલ ઉત્ખનન કામગીરીમાં મહત્ત્વપૂર્ણ પૂરાવાઓ તથા અવશેષો પ્રાપ્ત થયા છે. ઉત્ખનન દરમ્યાન જમીનની અંદર પથ્થરની બનેલ માળખાકીય બાંધકામના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, સિકકા અને લોખંડની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. જે-તે સમયના સાંસ્કૃતિક અને વેપારી સબંધો પર પ્રકાશ પાડે છે.
ગત ડિસેમ્બર માસથી શરૂ કરાયેલ અન્ડરવોટર સર્વેક્ષણની કામગીરી યાત્રાધામ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પણ કરવામાં આવેલ. જેમાં પણ પુરાતત્ત્વ વિભાગને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પૂરાવાઓ પ્રાપ્ત થયા છે.
પ્રાચીન વસાહતનું સાતત્ય…
પુરાતત્ત્વ વિભાગ દ્વારા અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ પૂર્વ કિનારે ઇજઉ-1 થી ઇજઉ-4 તરીકે ઓળખાતા ચાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પત્થરના સ્થાપત્યો મળી આવ્યા હોય જે આ ટાપુ પર ‘પ્રોટોહિસ્ટોરિક’ (આદ્ય – ઐતિહાસિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસાહત રહી હોવાનું સાબિત કરે છે.
