બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય, રાજુલામાં ઉજવણીનો માહોલ છવાયો

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બંગાળ રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા રાજુલા ભાજપ કાર્યકરોમાં આનંદની લહેર ફરી વળી હતી. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના નેતૃત્વ હેઠળ શહીદ ચોક ખાતે ભાજપના હોદેદારો અને કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી. ફટાકડા ફોડી અને જય જય શ્રી રામના ગૂંજતા નાદ સાથે કાર્યકરોએ જીતનો ઉત્સવ મનાવ્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. લોકોમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બજાર નિયંત્રણ બોર્ડ અમદાવાદ ના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ ટીંબી યાર્ડના પ્રમુખશ્રી ચેતનકુમાર શિયાળ જિલ્લા ભાજપના આગેવાન માજી નગરપાલિકાના પ્રમુખ રવુભાઈ ખુમાણ રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજુભાઈ પરસાણા સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ શ્રી મયુર દાદા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખશ્રી પીઠાભાઈ નકુમ તથા જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ વિહળીયા રાજુભાઈ રણછોડભાઈ મકવાણા પ્રતાપભાઈ બે પારિયા મનુભાઈ ઝાપોદર મીડિયા સેલના સાગરભાઇ સરવૈયા ભાજપ અગ્રણીએ વનરાજભાઈ વરુ રાજુભાઈ જાની નગરપાલિકાના સદસ્ય રાજુભાઈ ઘનશ્યામભાઈ મશરૂ જે.ડી રાજુલા કાનાભાઈ ગોહિલ તથા વલકુભાઈ જાખડા જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ