અમરેલી જીલામાં રાજુલા જાફરાબાદ કોસ્ટલ વિસ્તાર માંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે જ્યાં મોડી રાતે રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક અજાણીયા વાહન હડફેટે સિંહબાળનુ મોત થતા પ્રથમ રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો મેળવી બાબરકોટ એનિમલકેર સેન્ટર ખાતે ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી આ ઘટના બાદ પાલીતાણા શેત્રુંજી ડીવીજન ડીસીએફ ચિરાગ અમીન દ્વારા રાજુલા અને જાફરાબાદ બંને આરએફઓને સૂચના આપતા અલગ અલગ ચાર ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો સ્થાનિક લોકોની પૂછ પરછ વાહન કેવા પ્રકારનું હતું ભારે હતું કે કાર આ સહિત દિશામાં તપાસ અને હોટલ પેટ્રોલપંપ ટોલનાકાના સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ કાર ચાલક અંગે માહિતી મળતા વનવિભાગએ અકસ્માતનો કેસ ડિટેક કર્યો છે. રાજુલા અને જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ દ્વારા મહુવા નજીક કોબડી ટોલનાકા પાસે જતા આ શંકાસ્પદ કારની પૂછ પરછ હાથ ધરતા ચાલક ઈંદરસિંધ છતર સિંઘ રાવત મૂળ રેહવાસી રાજસ્થાન રાજયના છે દિવ તરફથી પુરપાટ સમયે અમદાવાદ જતા સમયે આ સિંહ સાથે અકસ્માત સર્જ્યો આ ચાલક દ્વારા અકસ્માત અંગે કબૂલાત આપતા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભૂજના વોરાને રાજકોટ મુકાયા પીજીવીસીએલમાં ઈજનેરને સુપ્રિટેન્ડેન્ટની બઢતી
વર્ષાઋતુ શરૂૂ થાય તે પૂર્વે જ પશ્ર્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ માં બદલી તથા બઢતીના ઓડરો... -
શિકાર પાછળ સિંહે દોટ મુકતા અચાનક વચ્ચે યુવક આવી જતા ભયનો માહોલ સર્જાયો
જાફરાબાદના કડીયાળી ગામનો બનાવ સામે સાક્ષાત મોત જોતા યુવાને જીવ બચાવા દોટ મુકી અમરેલી જિલ્લામાં એશિયાટિક... -
સ્પેન અને ભારત વચ્ચે કરાર બાદ દેશનું પ્રથમ મેડ ઈન ગુજરાત એર ક્રાફ્ટ તૈયાર
સી-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ : ભારતમાં પ્રથમવાર ખાનગી કંપનીએ વાયુસેના માટે વિમાન બનાવ્યું સ્પેન અને ભારત...
