એચડીએફસી બેંક ગિફ્ટ સિટી આઈબીયુએ 5.5 અબજ યુએસ ડોલરથી વધુની બેલેન્સ શીટ સાથે નાણાકીય વર્ષ 2025-2026પૂરું કર્યું\
એચડીએફસી બેંક ગ્રૂપે આજે તેના નવા પરિસરના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી,જેમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે તેની વિવિધ ગ્રૂપ કંપનીઓની ઓફિસો આવેલી હશે.નાણાકીય સેવાઓ પૂરાં પાડતા આ સમૂહે તેના વરિષ્ઠ અગ્રણીઓ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (આઇએફએસસી)ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી ખાતે તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.એચડીએફસી બેંક લિમિટેડ આઈબીયુ હવેતેની ગ્રૂપ કંપનીઓ એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (આઇએફએસસી) લિમિટેડ, એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ એન્ડ રી કંપની લિમિટેડ, એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (આઇએફએસસી શાખા) અને એચડીએફસી સિક્યોરિટીઝ આઇએફએસસી લિમિટેડના અગ્રણીઓ સાથે હવે ગિફ્ટ સિટીમાં આવેલા ફ્લેક્સ વન બિલ્ડિંગમાંથી તેમની કામગીરીઓનું સંચાલન કરશે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં એચડીએફસી બેંક ગ્રૂપેતેની વિકાસયાત્રાદરમિયાન સ્થિરપણે પ્રગતિ સાધી છે.એચડીએફસી બેંક ગિફ્ટ સિટી આઈબીયુની બેલેન્સ શીટ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર ગણી વધી છે અને નાણાકીય વર્ષ 2025-20265.5અબજ યુએસ ડોલરથી વધુની બેલેન્સ શીટ સાથે પૂરું થયું છે.
