પાછળ બેસેલ વ્યક્તિ ઘાયલ : ઘટનાસ્થળે ડાયવર્જન કે નિશાની ન હોવાની અકસ્માત થયાનો આરોપ
રાજુલાના ધુડિયા આગરીયા ગામના 26 વર્ષના યુવાન રાત્રિના આઠ વાગ્યે રાયડી ડેડાણ વચ્ચે પુલની આગળ જમ્પ માં કોઈ નિશાન કે ડિવાઈડર ન હોવાથી મોટરસાયકલ કડાકા ભૈર અથડાતા અકસ્માતે ઘટના સ્થળે મોત થયું હતું.
મરનાર ના ભાઈ કહે છે કે કોન્ટ્રાક્ટર ની બેદરકારી સુપરવાઇઝર ની બેદરકારીના કારણે કોઈ નિશાન લાઈટ રેડિયમ ન લગાડેલું હોવાથી મોત થયું છે અને સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર છે. બાંધકામ ખાતામાં ગામના આગેવાન દિલીપભાઈ અગાઉ કોન્ટ્રાક્ટરને આ બારામાં રજૂઆત કરી હતી પરંતુ પાલન ન થતા આ બનાવ બન્યો તેમ દિલીપભાઈ નું કહેવું છે. રાજુલા તાલુકાના ધુડિયા આગરીયા ગામના યુવાન રાહુલ મહેશભાઈ ધાધલ પીપાવાળપોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા જે પોતાના ખાનગી કામે પોતાનું મોટરસાયકલ જી. જે. 14.બી. બી9774 લઈને ડેડાણ ગામે ગયા હતા ડેડાણ થી સાડા સાત વાગ્યે પરત કર્યા હતા ત્યારે રાત્રિના આઠ વાગ્યે રાયડી ડેડાણ રોડ વચ્ચે પુલનું બાંધકામ ચાલતું હતું બાજુમાં ડાઈવર્જન જેવું દેખાતું પણ ન હતું કોઈ પણ જાતનું રેડિયમ કલર પ્રિન્ટ કે લાઈટ કે થાંભલો મુકેલ ન હોવાથી સીધી જ મોટરસાયકલ બમ્પ સાથે અટકાઈ જતા મોટરસાયકલ હાકના ર રાહુલભાઈ નું સારવાર અર્થે લાવતા જ મોત થયું હતું ત્યારે પાછળ બેઠેલા ઘનશ્યામભાઈ મંગાભાઈ વાળા ને સામાન્ય ઇજા થઈ હતી આ બનાવની જાણ થતા રાજુલા થી 4 કિલોમીટર આવેલા ધુડીયા આગરીયા ના લોકો રાજુલા હોસ્પિટલ એ દોડી આવ્યા હતા અને મરનાર રાહુલભાઈ નું રાજુલા સરકારી હોસ્પિટલમાં પીએમ કર્યું હતું મરનારના ભાઈ મેહુલભાઈ ધાધલ પોલીસને રજૂઆત કરી છે કે આ કોન્ટ્રાક્ટર તથા બાંધકામ શરૂ છે તેના સુપરવાઇઝર અને અધિકારીઓએ આ નિષ્ક્રિયતાથી ડાઈવર્જન નું કાંઈ પણ લગાડેલ નથી તેનું શૂટિંગ સામેલ કરી અને રજૂઆત કરી હતી ત્રણે કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર અને અધિકારી સામે સામે પગલાં લેવા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના અગ્રણી એવા કરસનભાઈ સોહાણે પણ તંત્રને રજૂઆત કરી હતી. ખરેખર ડાઈ વજન શા માટે મૂક્યું નથી? રેડિયમ કેમ લગાડ્યું નથી? તે પણ એક તપાસનો વિષય થયો છે પોલીસ ન્યાય તપાસ કરે અને બેદરકારીના કારણે કોઈનો જીવ લેવાનો હોય અને પરિવાર નિરાધાર થયો હોય ત્યારે તો તેની સામે કડકના કડક કાર્યવાહી થાય તેવી પણ આ વિસ્તારના દલિત સમાજના લોકોમાંથી જોરદાર માંગણી ઉઠી હતી.
