બગસરામાં વિદેશી દારૂની 177 બોટલ સાથે ઝડપાયો

કુલ રૂા. 30090નો મુદ્દામાલ જપ્ત
બગસરામાંથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂ (ઈંખઋક)ની બોટલ 177 રૂપિયા 30,090 નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.એ પકડી પાડ્યો હતો. અમરેલી એલ.સી.બી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન બાતમી મળતાં તે આધારે બગસરા, નદીપરા વિસ્તારમાં દરોડો કરી કામીલશા ઉર્ફે સુજલો સાજીદશા શાહમદાર નામનાં ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 એમ.એલ.ની બોટલો નંગ 129 કિમત રૂ.21,930/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની રીટઝ રીઝર્વ વ્હિસ્કીની બોટલો નંગ 48 કિમત રૂપિયા 8,160 મળી કુલ બોટલ નંગ 177 કુલ કિંમત રૂપિયા 30,090 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી તેજસ ઉર્ફે ભુરો ધાંધીયા વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ