જીડીપીમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે:બેરોજગારી સૌથી ઓછી ૨.૭ ટકા: મેન્યુફેક્ચરીંગમાં અવ્વલ

ગોવા તથા સિક્કીમની માથાદીઠ આવક બિહાર કરતા આઠ ગણી

દુનિયામાં સૌથી ઝડપથી વિકસીત અર્થ વ્યવસ્થા ધરાવતા ભારતીય અર્થતંત્રને ઇરાન યુધ્ધથી થોડા ઘણા અંશે ઝટકો લાગવાના એંધાણ વચ્ચે રાજ્યોની જીડીપી-માથાદીઠ આવકમાં ગુજરાત પાંચમાં ક્રમે છે.
ભારતીય અર્થતંત્રનો વૃધ્ધિદર 7.4 ટકા રહેવાનું અગાઉ અનુમાન વ્યક્ત થતું હતું. હવે ઇરાન યુધ્ધને કારણે તેમાં થોડો ઘટાડો થશે છતાં 2030 સુધીમાં 10 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2025માં દેશની જીડીપીમાં મહારાષ્ટ્ર, તામીલનાડુ, ઉતર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત જેવા પાંચ મોટા રાજ્યોનો જ 48 ટકાનો હિસ્સો હતો જ્યારે તળીયાના દસ રાજ્યોનું યોગદાન 3 ટકાથી પણ ઓછું હતું.
ક્લાયન્ટ એસોસીએટસના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે રાજ્યોની જીડીપીમાં મહારાષ્ટ્ર મોખરે છે જે 45.3 લાખ કરોડ હતી. તામીલનાડુની જીડીપી સાથે ત્રીજા ક્રમે, કર્ણાટક 28.8 લાખ કરોડ સાથે ચોથા સ્થાને અને ગુજરાત 27.9 લાખ કરોડની જીડીપી સાથે પાંચમા સ્થાને હતી.
રીપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે પશ્ર્ચિમ બંગાળની જીડીપી 18.2 લાખ કરોડ, રાજસ્થાનની 17 લાખ કરોડ, તેલંગાણાની 16.4 લાખ કરોડ, આંધ્ર પ્રદેશની 15.9 લાખ કરોડ તથા મધ્ય પ્રદેશની 15 લાખ કરોડ હતી. ગોવા તથા સિક્કીમની માથાદીઠ આવક બિહાર કરતાં આઠ ગણી વધારે હતી. બિહારની જીડીપીમાં કૃષિનો હિસ્સો અટકે છે જ્યારે ગોવામાં કૃષિનો હિસ્સો માત્ર 1.5 ટકા હતો.
ગુજરાતના જીડીપીમાં મેન્યુફેકચરીંગનો હિસ્સો 39.7 ટકા સૌથી વધુ હતો. જ્યારે કેરળમાં 8.6 ટકા છે. સર્વિસ ક્ષેત્રમાં 74.6 ટકાના યોગદાન સાથે ગોેવા મોખરે છે જ્યારે બિહારમાં તેનો હિસ્સો 47.8 ટકાએ સૌથી ઓછો છે.
બેરોજગારીને લાગેવળગે છે ત્યાં સુધી સૌથી ઓછી 2.7 ટકા ગુજરાતમાં છે જ્યારે સૌથી વધુ 19.2 ટકા આંદામાન નિકોબારમાં હતી.

રિલેટેડ ન્યૂઝ