ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં ધૂમ નફો

ઓઇલ કંપનીઓને રૂ. ૨૬,૦૦૦ કરોડનો નફો

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમે નફાના તમામ જૂના રેકોર્ડ તોડ્યા

એક તરફ દૃેશની સામાન્ય જનતા પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે બીજી તરફ દૃેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય પરિણામો દૃર્શાવે છે કે, પેટ્રોલિયમ કંપનીઓને તો જબરદૃસ્ત નફો થયો છે, પરંતુ સામાન્ય પ્રજાના ખિસ્સા ખાલી થઈ રહૃાા છે.
દૃેશની અગ્રણી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ર્(ૈંંઝ્ર), ભારત પેટ્રોલિયમ (મ્ઁઝ્રન્) અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ (ૐઁઝ્રન્) એ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૨૬,૦૦૦ કરોડનો ધૂમ નફો થયો છે.
સામાન્ય પ્રજા જ્યારે પેટ્રોલ પંપ પર મોંઘા ભાવનું ઇંધણ ભરાવીને પોતાનું ખિસ્સું ખાલી કરી રહી છે, ત્યારે સરકારી ઓઇલ કંપનીઓની તિજોરીઓ છલકાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ ર્(ૈંંઝ્રન્)ને માર્ચ ક્વાર્ટર ૨૦૨૬માં રૂ. ૧૪,૬૬૭ કરોડ નફો થયો છે. તો ભારત પેટ્રોલિયમ (મ્ઁઝ્રન્)નો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૬,૪૪૨ કરોડ છે. એવી જ રીતે, િંહદૃુસ્તાન પેટ્રોલિયમ (ૐઁઝ્રન્) કંપનીનો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૪,૯૦૨ કરોડે પહોંચી ગયો છે.
આ કંપનીઓનો દૃાવો છે કે, બે વાર ભાવ વધારો કર્યા પછી પણ તેઓ પેટ્રોલમાં લીટરે રૂ. ૧૦થી ૧૪ અને ડીઝલમાં લિટરે રૂ.૨૫થી ૩૦ની ખોટ કરી રહૃાા છે. આ અંગે મ્ઁઝ્રન્ના ફાઈનાન્સ ડિરેક્ટર વી.રામકૃષ્ણ ગુપ્તા જણાવી ચૂક્યા છે કે, તાજેતરમાં ઈંધણના ભાવમાં વધારો કરાયો હોવા છતાં કંપનીને હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૨૫થી ૩૦ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૦થી ૧૪નું નુકસાન થઈ રહૃાું છે.
હકીકત એ છે કે, સામાન્ય માણસના ઘરનું બજેટ ભલે ખોરવાયું પણ પ્રજાનું તેલ કાઢીને કંપનીઓએ નફાનો જોરદૃાર બૂસ્ટર ડોઝ મેળવી લીધો છે! રસપ્રદૃ વાત એ છે કે, ઇન્ડિયન ઓઈલ ભારત સરકારને ૯૦૯ કરોડ ડિવિડન્ડ પણ ચૂકવશે, કંપનીની એક શેર સામે રૂ. ૧.૨૫ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
પેટ્રોલિયમ કંપનીઓના આ આંકડા સ્પષ્ટ કરે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોની સ્થિતિ ગમે તે હોય, કંપનીઓએ પોતાનો નફો સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યો છે. બીજી તરફ સામાન્ય પ્રજા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ મોટો રાહતજનક ઘટાડો ન થતાં, સામાન્ય માણસની આર્થિક ખોટ અને મુશ્કેલીઓ આજે પણ યથાવત રહી છે.

રિલેટેડ ન્યૂઝ