અમરેલી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણીમાં રાજુલા વિધાનસભા વિસ્તારના પાયાના આગેવાન અરજણભાઈ વાઘ અને મહિલા અગ્રણી ભાનુબેન વિક્રમભાઈ શિયાળને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા સમગ્ર રાજુલા પંથકમાં ઉત્સવનો માહોલ છવાયો હતો.
અરજણભાઈ વાઘ અને ભાનુબેન શિયાળને જિલ્લા પંચાયતમાં સ્થાન મળતાં જ રાજુલા શહેરમાં કાર્યકરોએ ઢોલ-નગારા સાથે ભવ્ય વિજય સરઘસનું આયોજન કર્યું હતું. “અરજણભાઈ વાઘ જીંદાબાદ” અને “ભાનુબેન શિયાળ જીંદાબાદ”ના જયઘોષથી રાજુલાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળેલા સરઘસમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે કાર્યકરોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરી વધામણી કરી હતી. અરજણભાઈ વાઘ તથા ભાનુબેન શિયાળનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોઢું મીઠું કરાવ્યું હતું. કાર્યકરોએ આ નિમણૂકને રાજુલા વિધાનસભા વિસ્તારની જનતા માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
આ વિજય સરઘસમાં *બજાર નિયંત્રણ બોર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આહીર સમાજના પ્રમુખ બાઘાભાઈ કોવાયા, કોવાયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રાજુભાઈ પરસાણા, સંઘના પ્રમુખ ડોબરીયાભાઈ, ઘનશ્યામભાઈ દાતરડી, નગરપાલિકા સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ, મુકેશભાઈ ગુજરીયા, વેપારી અગ્રણી પ્રતાપભાઈ બૈપારીયા, બાબુભાઈ રામ, કરસનભાઈ દેવકા, શ્રી કાનાભાઈ ગોહિલ, બાબુભાઈ મોરંગી તથા વિનુભાઈ માંડરડી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
