વન વિભાગ અને વનમિત્ર તથા ગ્રામજનોની કલાકોની જહેમતથી રેસ્કયુ સફળ રહ્યું
પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીના 40 ફૂટ ઊંડા જળભંડાર સમાન કૂવામાં બે નિર્દોષ વન્ય જીવ હરણ અકસ્માતે ખાબકી ગયા હતા. વન વિભાગના અધિકારીઓ અને વનમિત્ર ગ્રામજનોની અસીમ કરુણા અને સાહસિકતાથીકલાકો ની મહેનત બાદ બંને હરણને મૃત્યુના મુખમાંથી સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે.
નાંદણ ગામની સીમ વિસ્તાર જંગલની હદને અડીને આવેલો સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ છે. આવા વિસ્તારમાં વન્યપ્રાણીઓ પાણીની શોધમાં કેભટકતાભટકતામાનવ વસાહત તરફ આવી જતા હોય છે.બપોરના સુમારે રામજીભાઈ મેવાડાની વાડીમાં આવેલા પાણીથીભરપૂર 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણનાબચ્ચાંઅચાનકખાબકી ગયા હતા.જળમાં ડૂબકી ખાતા આ મૂંગા જીવોની વ્યથા જોઈ સ્થાનિક ખેડૂતોનું હૃદય દ્રવી ઉઠ્યુંઅનેતુરંત વન વિભાગને જાણ કરવામાં આવી.
માહિતી મળતાની સાથે જ ઉના વન વિભાગનાફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયા પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા સ્થાનિક વનમિત્ર ભરતભાઈ અને ગામના સાહસિક યુવાનોએ એક અભૂતપૂર્વ શૌર્યનું પ્રદર્શન કર્યું. દોરડાની મદદથી ગામના યુવાનો 40 ફૂટઊંડાઅનેપાણી થી ભરેલા કૂવામાં જીવના જોખમે ઉતર્યા કલાકો સુધી ચાલેલા આ દુષ્કર અને સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક ક્ષણ માટે પણ હિંમત હાર્યા વગર બંને હરણને અત્યંત સાવચેતીપૂર્વક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
કૂવામાંથી બહાર કાઢેલા બંને હરણ ભયનાકારણેધ્રૂજી રહ્યા હતા વન વિભાગની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર અને સંભાળ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે.વનમિત્ર ભરતભાઈએ જણાવ્યું કે, મૂંગા જીવની પીડા જોવાય નહીં.આ અમારી નૈતિક ફરજ હતી.જંગલ અને ગામ સીમા પર છે, એટલે આવા બનાવો બને.પણ ગ્રામજનો અને વન વિભાગ હંમેશા વન્યજીવોના રક્ષણ માટેતત્પર છે.
ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયાએ ગ્રામજનોની સમય સૂચકતા અને સાહસની સરાહના કરતા કહ્યું કે,નાંદણ ના ગ્રામજનોએ સાબિત કર્યું કે માનવતા હજુ જીવંત છે.જંગલ બોર્ડરના ખેતીવાડી વિસ્તારમાં આવા બનાવો બનતા રહે છે.ખુલ્લા કૂવાઓ પર પાળી બાંધવીકેઢાંકણ મૂકવું અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મૂંગા જીવનો ભોગ ન લેવાય.આ સમગ્ર ઘટનાએફરી એકવાર સિદ્ધ કર્યું છે કે ઉના પંથકના લોકોમાં વન્યજીવો પ્રત્યે અપાર લાગણી અને કરુણા વસેલી છે. વન વિભાગ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસથી બે અમૂલ્ય જીવ બચાવી લેવાયા તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.
