ગીર વગડામાં વિકાસનું મંથન : હડાળા નેસમાં ઐતિહાસિક ચિંતન સભા

એક વર્ષની કામગીરીની સમીક્ષા : નેસવાસીઓની વેદના સાંભળી ત્વરીત નિવારણની ખાતરી

ગીરના ગહન અરણ્યની ગોદમાં વસતા માલધારી ભાઈ ઓ અને વન વસાહત ગામોના નાગરિકોના જીવનને વધુ સુખમય બનાવવા ગીર પૂર્વ વન વિભાગ દ્વારા એક અભૂતપૂર્વ મંથન યજ્ઞ યોજાયો.નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ ની દિવ્ય આગેવાનીમાં હડાળા નેસની પવિત્ર ધરતી પર યોજાયેલી આ મહામંથન સભામાં વન અને માનવ વચ્ચેના અતૂટ સંબંધને વધુ ગાઢબનાવવાનો સંકલ્પ લેવાયો.
આ ઐતિહાસિક સભામાં રેન્જ ફોરેસ્ટઓફિસરહડાળા જસાધાર રેન્જ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તુલસીશ્યામ રેન્જ સહિત સમસ્ત લાગુ ફોરેસ્ટર ઉપસ્થિત રહ્યા હતા ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત આવતા ચીખલકુબા, કોઠારીયા, જસાધાર, ઘોડાવડી, ટીંબરવા જેવા વન વસાહત ગામો તથા શિરનેસ, રાજસ્થળી, લોકી, પાડા ગાળા, રેબડી, પડાળીયા, કાણેક, ખજૂરી, માંડવી, ઘુડજીંજવા, હડાળા, મીંઢા, લેરિયા, સરકડિયા, દોઢી જેવા દુર્ગમ નેસના માલધારીઓએ હર્ષોલ્લાસ સાથે હાજરીઆપી સભાને શોભાવી
આ મંથન સભાનો મુખ્ય ઉદ્દેશ છેલ્લા એક વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા નેસ અને સેટલમેન્ટ ગામો માં કરવામાં આવેલ લોકહિતની કામગીરીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવાનો હતો. સભામાં નેસ વિસ્તારમાં માનવ અને માલઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા, નેસ સુધીના કાચા રસ્તાઓનું રિપેરીંગ, વરસાદી પાણીના નિકાલ માટે કોઝ-વે સહિતની અનેકવિધ કામગીરીની સમીક્ષા કરાઈ.તે જ રીતે વન વસાહત ગામોમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા, મહિલાઓ માટે આધુનિક ધોબીઘાટ, ગામમાં પ્રવેશના પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ઘરે-ઘરે ભૂગર્ભ ગટર, ઓવરહેડ પાણીના ટાંકા, ડંકી પંપ જેવી પાયાની સુવિધાઓનીસિદ્ધિઓનું ગૌરવભેર આલેખન કરવામાં આવ્યું.
મંથનના બીજા સત્રમાં અલગ-અલગ નેસના આગેવાન માલધારીઓ સાથે હૃદયના ઊંડાણથી ચર્ચા કરવામાં આવી. માલધારી ભાઈઓએ પોતાની મૂળભૂત સમસ્યાઓ, મુશ્કેલીઓ અને આવશ્યક માંગણીઓ નિર્ભયતાથી રજૂ કરી. નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવે દરેક રજૂઆતને અત્યંત સંવેદનાથી સાંભળીતેની નોંધ લઈકાયદાની મર્યાદામાં રહીને સમયસર નિવારણ લાવવાની અડગ ખાતરી આપી. તેમણે સંબંધિત અધિકારી ઓને સ્પષ્ટ સૂચના આપી કે, વનવાસી અને માલધારી એ ગીરના સાચા રખેવાળ છે. તેમની પ્રાથમિક સુવિધા ઓમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. તેમની એક પણ ફરિયાદ પેન્ડિંગ ન રહે તેની તકેદારી રાખો સમગ્ર મંથન સભાના અંતે ઉપસ્થિત તમામ માલધારી ઓએ આ અભિનવ પહેલને હર્ષભેર વધાવી લીધી. વન વિભાગ અને નેસવાસીઓએ સાથે મળીને સહિયારા પ્રયાસથી ગીરની અણમોલ પ્રકૃતિ અને ગૌરવવંતી માલધારી સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખવાના પવિત્ર શપથ લીધા. આ મંથન સભા એ સાબિત કરી દીધું કે વન વિભાગ અને માલધારી સમાજ એકબીજાના વિરોધી નહીં, પરંતુ એક જ માળાના બે મણકા છે. સિંહના સંરક્ષણ સાથે માનવના ઉત્થાનનો આ અલૌકિક સમન્વય સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બની રહેશે. ગીરના વગડામાંઆજે વિશ્વાસ, વિકાસ અને વન્યજીવ સંરક્ષણનો ત્રિવેણી સંગમ રચાયો છે.

રિલેટેડ ન્યૂઝ