54.54 ટકા જેટલું રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું સૌ.યુનિના સીસીડીસીમાં તાલીમ લેનાર 18 વિદ્યાર્થીઓ માહિતી ખાતાની પરીક્ષામાં સફળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3 ની કુલ 48 જગ્યાઓ માટે પ્રિલીમરી પરીક્ષાનું આયોજન કરાવેલ હતું. સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોષી તથા રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ઓગષ્ટ માસથી ત્રણ મહિના સુધી 100 કલાકની નિ:શુલ્ક તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમશાળામાં ભાગ લેનાર મોટાભાગના મિડીયાકર્મીઓને ભારતનું બંધારણ, ભારતનો ઈતિહાસ અને ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, મેથ્સ અને રીઝનીંગ, સામાન્ય જ્ઞાન, જાહેર વહીવટ, જર્નાલીઝમના વિષયો ઉપર અમદાવાદનાં તજજ્ઞ પ્રફુલ્લભાઈ ગઢવી, ડો. નયનભાઈ જોબનપુત્રા, સમીરભાઈ પટેલ, ધવલભાઈ મારુ, મનિષભાઈ ઈસરાની, ગૌરવ ભટ્ટ, વિશાલભાઈ ટીલવા, નિરજભાઈ ભંડેરી તથા પત્રકારત્વ ભવનનાં નીતાબેન ઉદાણી અને ટીમ, રાજુલભાઈ દવે, ગૌતમભાઈ દવે, નિલેશભાઈ પંડયા વગેરે તજજ્ઞ નિષ્ણાંતો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને તાલીમાર્થીઓની સખત મહેનત તથા સચોટ માર્ગદર્શનના સમન્વયથી સીસીડીસીના 33 તાલીમાર્થીઓ માંથી 18 તાલીમાર્થીઓએ પ્રાથમિક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવેલ છે. ગુજરાત રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત માહિતી નિયામક કચેરીના સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશની વર્ગ-3 જુદી-જુદી જગ્યાઓ માટેની તાલીમના રેકોર્ડબ્રેક સફળતા મળતા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તથા સત્તાંમડળના સર્વે સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીના સંયોજક ડો. નિકેશભાઈ શાહ અને તેની ટીમને અભિનંદન પાઠવેલ છે. તાલીમશાળાને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, મતી દિપ્તીબેન ભલાણી, હેતલબેન ગોસ્વામી, હીરાબેન, સોનલબેન અને કાંતિભાઈ જાડેજા વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ