ઉનાના માણેકપુરમાં રૂ.85 કરોડના ખર્ચે નિમાણ પામશે અત્યાધુનિક બંધારો

કાંઠાળ વિસ્તારના ખેડૂતો માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઐતિહાસિક ભેટ

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ઉના તાલુકાના કાંઠાળવિસ્તારના ખેડૂતો માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઐતિહાસિક ભેટ લઈને આવ્યા છે. કાંઠાળ પટ્ટીના ખેડૂતોને ખેતી માટે અને ગ્રામજનોને પીવા માટે મીઠું પાણી મળી રહે તે માટે માણેકપુર ગામે રૂ.85 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિકબંધારોનિર્માણ પામશે.ગુજરાત સરકારે ધારાસભ્ય ની અસરકારક રજૂઆતને ધ્યાને લઈ આ વિકાસ કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
માણેકપુર ગામની બંને બાજુ અરબી સમુદ્ર આવેલો હોવાથી દરિયાના ખારા પાણીના કારણે આ સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ખૂબજ વધી ગયું છે.પરિણામે ખેતીલાયક જમીન બિનઉપજાઉ બની રહીછે અને ગ્રામજનોને પીવાનુંમીઠું પાણી મેળવવાપણ ભારે હાલાકી વેઠવી પડે છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઉનાના વિકાસપ્રેમી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સરકારના ઉચ્ચ કક્ષાએ આ વિસ્તાર માટે રજૂઆત કરી હતી.તેમણે ક્ષારઅંકુશ વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ નિરીક્ષણ પણકર્યુંહતું. ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈરાજ્ય સરકારે દરિયાકાંઠા નજીકઆધુનિક રબ્બર ડેમ, માટીપાળોતથા રીવર ટ્રેનિંગ વર્કના નિર્માણ માટે રૂ. 85 કરોડના પ્રોજેક્ટ ને મંજૂરીઆપીછે.આગામી દિવસોમાં જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. આ બંધારાના નિર્માણથી દરિયાકાંઠાની હજારો એકર જમીનના તળમાં મીઠા પાણીના સંગ્રહથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. ખારાશનું પ્રમાણ ઘટતાં જમીન ફરી ફળદ્રુપબનશે અને ખેડૂતો વર્ષ દરમિયાન બે થી ત્રણ પાક લઈ શકશે. સાથે જઆસપાસના ગામોના લોકોને પીવાના મીઠા પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

રિલેટેડ ન્યૂઝ