કાલાવડના 10 ગામની શાળામાં ચોપડા-કંપાસ કિટનુ વિતરણ

સ્વ. ડો. મહેશભાઈ શુકલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

સ્વ. ડો. મહેશભાઈ દેવજીભાઈ શુકલ એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાલાવડ દ્ગારા કાલાવડ તાલુકાના ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ચોપડા તથા કંપાસકીટ નુ વિતરણ કરવામાં આવેલ તેમજ શાળામાં ભારતમાતા ની છબી પણ અપેણ કરવામા આવેલ છે…
નવાગામ , ઉમરાળા , ઉમરાળા નેસ, મોરીદળ, નપાણીયા ખીજડીયા, ભગત ખીજડીયા , લબુકિયા ભાડુકિયા, મોટા ભાડુકિયા, કોઠા ભાડુકિયા , બાલંભડી સહિત 10- ગામોમાં આ કાયેક્રમ યોજાયો હતો. આ સાથે કાલાવડ તાલુકા ની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ચોપડા તથા કંપાસકીટ વિતરણ અને ભારતમાતા ની છબી અપેણ કરવાનો પહેલા તબકકા નો કાયેક્રમ નો શુભારંભ દેવપુર ( રણુજા )થી કરવામાં આવેલ, આ શૈક્ષણિક ક્ષેત્ર નું કાયે હાલ 11 માં તબકકા માં પહોંચી ગયેલ છે, તેમજ છેલ્લા તબકકાનો સમાપન કાયેક્રમ આવનાર તા. 30/7/2026 ના રોજ શાળા ના સમયે ખરેડી ગામે રાખવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ