પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખાંભા તાલુકાના ડેડાણ, જામકા ખાંભા સહિતના ગામોમાં એક્સ-રે નિરીક્ષણ થયું


દર્દીઓના સગા સહિત વૃદ્ધોના એક્સ-રે લેવાયા

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખાંભા તાલુકાના હાઈરિસ્ક ગામો જેમાં ડેડાણ, જામકા, બારમણ, ખડાધાર, ઈગારોળા, સચઢિયાળા અને ખાંભામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોશી, જીલ્લા અધિકારી ડો. કુરેશી ના માર્ગદર્શનમાં અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. જે.એચ.ગૌસ્વામીના આયોજનમાં એક્સ-રે મશીન શિબિરનું આયોજન કરેલ હતું. જેમા ધુમ્રપાન કરનારા, ડાયાબીટીશ, જૂના
ટીબી દર્દીઓના સગાઓ 60 વર્ષથી ઉપરના તેમજ અસંગઠિત ક્ષેત્રના કામ કરતા લોકોના સ્થળ ઉપર એક્સ-રે નો નિરીક્ષણ કરી જો પ્રોઝીટીવ જણાય તો તેની તાત્કાલીક સારવાર પણ ચાલું કરવામાં આવશે. તેમજ હાજર તમામ લોકોને ક્ષય (ટીબી) રોગ તેનો ફેલાવો અને સારવાર વિશે સમજણ આપવામાં આવી હતી.
આ શિબિરને સફળ બનાવવા માટે પ્રો. આ કેન્દ્ર ડેડાણના એમ.પી.એચ.ડબલ્યુ – એ.બી. ચાવડા અને આર મહેતા એફ.એચ.ડબલ્યુ- એમ.એચ. બાબરીયા, એમ.કે. જાદવ, સી.એચ.ઓ રાજેશભાઈ અને આશા બહેનોએ જહેમત ઉઠાવેલ હતી. કામગીરી ભાવેશભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ