પિખોરથી વાડી વિસ્તારનો રસ્તો બંધ: ખેડુતોને મુશ્કેલી
છેલ્લા ત્રણ ચાર દિવસમાં માળિયા હાટીના તાલુકામાં 25 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા અનેક ગામડાઓમાં નાની મોટી નુકસાની થયેલ છે ત્યારે માળિયા હાટીના તાલુકાના પીખોર ગામમાં નોરી નદીમા ઘોડા પુર આવ્યું હતું. પુરના ધસમસતા પાણીના પ્રવાહએ નોરી નદી ઉપરના 30 વર્ષ જૂનમાં જુનો ક્રોઝવે પુલને તોડી નાખ્યો છે. નદીના સમા કાંઠે પોખરો ગામના 70. જેટલા ખેડૂતોના ખેતરો આવેલ છે તેમજ માંગરોળ તાલુકાના ભડગામ સુલતાનપુર શિરોદર સહિત અનેક ગામડાઓને જોડતો આ રસ્તો છે. અ પુલ તૂટતા ખેડુતો અને ચાર ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તાત્કાલિક આ પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માગણી કરી છે.
