રાજુલાની સંઘવી મહિલા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ

રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ,રાજુલા ખાતે એન.એસ.એસ .યુનિટ 1 તથા 2 યુનિટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ વૃક્ષારોપણ ની પ્રવૃત્તિ કરવામાં આવેલ. જેમાં બહેનો દ્વારા વન્ય પ્રકૃતિને જાળવવા અને પર્યાવરણ સંતુલન માટેનો હેતુ સાર્થક કરવા માટે વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવામાં આવેલ. કોલેજના કેમ્પસમેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા તથા સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીના હસ્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવેલ. એન.એસ.એસ.ના બહેનોએ આ તકે વૃક્ષો વાવી અને તેની જાળવણીનો સંકલ્પ કરેલ અને વૃક્ષોનું મહત્વ પણ સમજાવેલ. એક પ્રેરક સંદેશ તમામ બહેનોને આપેલ.હરિયાળી ક્રાંતિ ના સંકલ્પ સાથે તમામ બહેનો તેના ઘર ના આંગણે એક વૃક્ષ વાવી જતન કરશે. આ સાથે પણ તેમના જન્મ દિવસે પણ એક વૃક્ષ વાવી પ્રકૃતિની જાળવણી કરવાનો અનોખો સંકલ્પ કરેલ.કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવળ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ. કોલેજના એન.એન.એસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતીબેન તેરૈયા અને એન.એસ.એસ .પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની જાહેમત ઉઠાવવામાં આવેલ.એન. એસ.એસ. ના સ્વયં સેવક બહેનો દ્વારા વૃક્ષારોપણની પ્રવૃતિ દ્વારા વૃક્ષોનું જતન પર્યાવરણ ની જાળવણી અને કુદરતી સંસાધનો નું મહત્વ અને જાળવણી નો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો .આ તકે કોલેજના પ્રાધ્યાપકો દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ