વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને મોટા પ્રશ્ર્નાર્થ ચિહ્નો
ભારતીય વિદ્યાર્થીઓના મોતના બનાવોમાં કેન્ોડા પછી અમેરિકા સૌથી મોખરે
ઉચ્ચ અભ્યાસ માટે વિદૃેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા પ્રશ્ર્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ભારત સરકારના વિદૃેશ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદૃેશી ધરતી પર ૬૩૩થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના મોત નોંધાયા છે. આ આંકડા સામે આવ્યા બાદૃ વિદૃેશમાં ભણતા બાળકોના વાલીઓમાં િંચતાનો માહોલ જોવા મળી રહૃાો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મોતમાં કુદૃરતી કારણો, અકસ્માતો, તબીબી પરિસ્થિતિઓ તેમજ કેટલાક િંહસક હુમલાઓનો સમાવેશ થાય છે.
સરકારી ડેટા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓના મોતના મામલામાં કેનેડા સૌથી મોખરે છે. કેનેડામાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭૨ ભારતીય વિદ્યાર્થીઓના અલગ-અલગ કારણોસર મોત થયા છે. ત્યારબાદૃ અમેરિકા બીજા નંબરે છે, જ્યાં ૧૦૮ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અન્ય દૃેશોની વાત કરીએ તો બ્રિટનમાં ૫૮, ઓસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને યુક્રેનમાં ૧૮ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે.
વિદૃેશ મંત્રાલયના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન િંસહે ગૃહમાં જણાવ્યું હતું કે કુલ મોતોમાંથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓના મોત વંશીય અથવા િંહસક હુમલાના કારણે થયા છે. હુમલાના કારણે થયેલા મોતમાં પણ કેનેડા સૌથી આગળ (૯ કેસ) છે, જ્યારે અમેરિકામાં ૬ વિદ્યાર્થીઓ આવા હુમલાનો શિકાર બન્યા છે. વાલીઓ જેઓ લાખો રૂપિયાની એજ્યુકેશન લોન લઈને પોતાના બાળકોને સોનેરી ભવિષ્ય માટે વિદૃેશ મોકલે છે, તેઓ હવે ત્યાંની કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવી રહૃાા છે.
સરકારે ગૃહમાં ખાતરી આપી છે કે વિદૃેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
