અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૪૦ લોકોના સેમ્પલ લેવાયા
અમરાવતી. આંધ્રપ્રદૃેશના વાયએસઆર કડપા જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં આઠ કોવિડ-૧૯ કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુ બાદૃ, આરોગ્ય અધિકારીઓએ દૃેખરેખ અને તૈયારીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. જિલ્લામાં હાલ કોવિડ-૧૯ના ૮ સક્રિય કેસ છે.
અહેવાલો અનુસાર, કડાપાના રાજમપેટ વિસ્તારમાં ૫૨ વર્ષીય વ્યક્તિએ તાવ અને ઉધરસની ફરિયાદૃ કરી હતી. તેનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બીજા કિસ્સામાં, કડાપાના ૪૩ વર્ષીય વ્યક્તિની તબિયત બગડતા તેને સરકારી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યો હતો. તેના કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો સારવાર દૃરમિયાન બંન્ો દૃર્દૃીના મોત થયા હતા.કડપા મેડિકલ કોલેજમાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તે ઘરે એકાંતમાં સારવાર લઈ રહૃાો છે.
