ઉના ગીરગઢડા પંથક માં રેશનિંગ નો જથ્થો દુકાનદાર પાસે સરકાર દ્રારા પહોંચાડવામાં આવે છે બાદ નિયમ મુજબ ઘઉં અને ચોખા લાભાર્થી સુધી પહોંચતો હોય છે પરંતુ લાભાર્થી આ જથ્થો બરોબર વહેંચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામેલ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ના થતા આ જથ્થો બન્ને તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રેશન કાર્ડ ધારકો તેમને મળવાપાત્ર અનાજ વહેંચી નાખતા હોય છે ત્યારે આજે તાલુકાના લહેરકા ગામ માં સુત્રાપાડા તાલુકા ના સિંદસર ગામ નો રિક્ષા ચાલક અલ્વી મોઇન મહંમદહુસેન નામ નો શખ્સ પોતાની છકડો રિક્ષા નંબર ૠઉં- 11-ઢ-3800 લઈ ગામ માંથી લાભાર્થીઓ ના ઘરે ઘરે પોહચી તેમની પાસે થી રેશનિંગના અનાજ નો જથ્થો પૈસા આપી ઉઘરાવતો હોવાની જાણ મામલતદાર ભીમાણી ને થતા નાયબ મામલતદાર હિરેન મકવાણા સહિત ની પુરવઠા વિભાગ ની ટીમ લહરેકા મુકામે પોહચી તપાસ હાથ ધરતા રિક્ષા માંથી ઘઉં 120 કિલો,ચોખા 200 કિલો તેમજ એક વજન કાંટો તથા છકડો રિક્ષા મળી રૂ 79600 નો મુદામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
બોટાદમાં પતિના ત્રાસથી ઘર છોડનાર પરિણીતા-પુત્રીને આશ્રય આપતી અભયમ્
સખી વન સ્ટોપ સેન્ટરમાં વ્યવસ્થા કરાઈ સંકટ સમયે મહિલાઓ માટે ’જીવનદાયી સમાન 181 અભયમ મહિલા હેલ્પલાઇને... -
ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં આશાપુરા ગ્રુપ દ્વારા પોષણયુક્ત આહાર કીટનું વિતરણ
ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે આજરોજ ટીબી (ટ્યુબરક્યુલોસિસ) એટલે કે... -
ધોરાજી અને ગોંડલ પંથકમાં બે બાઈકની ચોરી કરનારની ધરપકડ
ગેરેજ કામદારને ઝડપી લેવાયો : બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરાયો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું...
