પોલીસે સપ્લાયરની શોઘખોળ હાથ ધરી
ખંભાળિયામાં 43 બોટલ દારૂ, 55 ચપલા સાથે પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી પોલીસે સપ્લાયરની શોઘખોળ હાથ ધરી છે.
ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલી એક શાળા પાસે રહેતા વિશાલ નીતિનભાઈ ઉર્ફે કુમાર સોમૈયા નામના 28 વર્ષના શખ્સ સાથે અત્રે બરછા સ્ટ્રીટ પાસે રહેતા પારસગર ઉર્ફે પાલીયો રમેશગર ગોસ્વામી નામના શખ્સોના કબજામાંથી પોલીસે રૂ. 30,169 ની કિંમતની વિદેશી દારૂની 43 બોટલ તેમજ રૂ. 6,775 ની કિંમતના વિદેશી દારૂના 55 ચપલા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 41,944 ના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોની અટકાયત કરી હતી. દારૂની બાટલીઓ તેને ધ્રોલ તાલુકાના ખાખરા ગામના રહીશ વિજયગીરી જગદીશગીરી ગોસાઈ નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું કબૂલતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ બંને આરોપીઓની અટકાયત કરી, અન્ય આરોપી વિજયગીરી ગોસાઈને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
