સીડી કે રોપવેમાં જતા યાત્રાળુઓએ ક્યુઆર સ્કેન કરી ઈન અને આઉટની એન્ટ્રી કરવી પડશે
જૂનાગઢ શહેરના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી અત્યંત દુ:ખદ ઘટનાને ધ્યાને લઈ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે જૂનાગઢ વહીવટી તંત્ર એ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે નિર્ણય મુજબ, ગિરનાર પર્વત પર અવરજવર માટે ‘IN/OUT’ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.18મી જુલાઈથી પ્રાયોગિક ધોરણે શરૂ થશે. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા, સમયસર માહિતી અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ – શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોપરી રાખી આ વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન નહીં હોય તેમનું ફરજરત સ્ટાફની મદદથી ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર પણ થઈ શકશે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રાળુઓને પોતાનું કોઈપણ એક ઓળખ કાર્ડ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
ગિરનાર યાત્રા દરમિયાન દરેક યાત્રાળુએ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે ગિરનાર પર્વત પર જતા પહેલાં ચછ ઈજ્ઞમય જભફક્ષ કરી ઓનલાઈન નોંધણી કરીને ઈંગ – ઊક્ષિિું કરાવવી તેમજ દર્શન પૂર્ણ કરી પરત ફર્યા બાદ ઘઞઝ ઊક્ષિિું કરાવવી પડશે જે ઓનલાઈન નોંધણી માટે: http:// https://Register. bhavnathtemple.comપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન સ્થળ ઉપરથી પણ થઈ શકશે. તથા યાત્રિકોને સરળતા માટે નવી સીડી પાસે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ચછ ઈજ્ઞમય જભફક્ષ દર્શાવતી સ્ટેન્ડી પણ મૂકવામાં આવશે.
જૂનાગઢ વહીવટી તંત્ર ગિરનાર પર આવતા દરેક યાત્રાળુની સુરક્ષા તેમજ ગિરનારના અમૂલ્ય વન્યજીવ સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે પરામર્શ અને સૂચનો મુજબ ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા તથા સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ગિરનાર ઈંગ/ઘઞઝ વેબસાઈટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઈટનું નિર્માણ જિલ્લા ગઈંઈ ટીમના ભુવનેશ્વર બુડગયા (ઉઈંઘ), હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.
