રાણપુરના ધારપીપળા ગામના 100 ખેડૂતોના વીજ કનેક્શન કેરીયા ફીડરમાં ટ્રાન્સફર કરી નાખતા હેરાન

વીજ કનેક્શન ફરી ધારપીપળા ફીડરમાં ફેરવી નાખવા PGVCLને આવેદન

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના 100 જેટલા ખેડૂતોએ વીજ કનેક્શન સંબંધિત સમસ્યાઓ અંગે રાણપુર ઙૠટઈક કચેરીના ડેપ્યુટી ઈજનેરને આવેદનપત્ર આપ્યુ છે. ખેડૂતોના ખેતીવાડીના વીજ કનેક્શન ધારપીપળા ફીડરમાંથી કેરીયા ફીડરમાં ટ્રાન્સફર થતાં તેમને છેલ્લા 6 મહિનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ વીજ કનેક્શન કેરીયા ફીડરમાં ટ્રાન્સફર થયા બાદ ખેડૂતોને વારંવાર વીજળીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને વીજળી ગુલ થવાથી પીવાના પાણી સહિતની દૈનિક જરૂરિયાતોમાં મુશ્કેલી પડે છે. છેલ્લા 8 દિવસથી આ વિસ્તારમાં પાવર ન હોવાથી ખેડૂતો અને પશુધનને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષોથી આ 100 જેટલા ખેતીવાડીના વીજ કનેક્શન ધારપીપળા ફીડરમાં હતા. જોકે, છેલ્લા 6 મહિનાથી કોઈ કારણોસર આ તમામ કનેક્શન કેરીયા ફીડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો દ્વારા ફોલ્ટ સેન્ટરમાં વારંવાર ફરિયાદો નોંધાવવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.ખેડૂતોએ આવેદનપત્રમાં માંગ કરી છે કે તેમના 100 જેટલા ખેતીવાડી કનેક્શન જે કેરીયા ફીડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તે ફરીથી ધારપીપળા ફીડરમાં જોડી દેવામાં આવે.ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો તેઓ રાણપુર ઙૠટઈક કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ