તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડ – 30 જૂન,2026ના રોજ પૂર્ણ થયેલાં ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામો

તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડ (ટીએમબી) દેશની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ખાનગી બેંકો પૈકીની એક છે, જેનું હેડક્વાર્ટર થૂથુકુડીમાં આવેલું છે 104 વર્ષનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતી આ બેન્ક પોતાના મજબૂત ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ તેમજ સતત નફો કરવાના ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ સાથે આગબળ વધી રહી છે.
ટીએમબી 17 રાજ્યો અને4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 628 શાખાઓ તેમજ13 પ્રાદેશિક કચેરીઓ સાથે દેશભરમાં હાજરી ધરાવી 53 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 જુલાઈ, 2026ના રોજ થૂથુકુડી ખાતે યોજાયેલી બેઠકમાં 30 જૂન, 2026 ના રોજ પૂરાં થયેલાં ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી હતી. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સાલી એસ. નાયરે આ પરિણામોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ્સ અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી સાલી એસ. નાયરે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો અમારા માટે એક સકારાત્મક પ્રારંભ દર્શાવે છે, આ પરિણામો આપણી બિઝનેસ ફ્રેન્ચાઈઝીની મજબૂત કામગીરી અને આપણી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓના શિસ્તબદ્ધ અમલીકરણને દર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ