ઉનામાં આધારપુરાવા વગરની શંકાસ્પદ પિયાગો રિક્ષા ઝડપાઈ

પોલીસે મુદ્દામાલ કબ્જે કરી યુવાન સામે કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લામાં શંકાસ્પદ વાહનો સામેપોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન ઉના ટાવર પાસેથી માલિકીના આધારપુરાવા વગરની શંકાસ્પદ પિયાગો રિક્ષા મળી આવતા પોલીસે એક યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.આ દરમિયાન ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. મુછાળની આગેવાની હેઠળ પોલીસ ટીમ ઉના ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. દરમિયાન ઉના ટાવર ખાતે કાળા કલરની પીળા પટ્ટાવાળી પિયાગો કંપનીની રિક્ષા નંબર ૠઉં-06-અટ-8130 મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રિક્ષા ચાલક પાસે રિક્ષાની માલિકી અંગેના આધાર-પુરાવા ઉપલબ્ધ ન હતા. ઉપરાંત, પ્રાથમિક તપાસ દરમિયાન રિક્ષા છળકપટથી મેળવવામાં આવી હોવાની શંકા ઉપજી હતી. જેના પગલે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા -2023ની કલમ 106 મુજબ રિક્ષા કબજે કરી હતી.
આ બનાવમાં પોલીસે જયદિપભાઈ ઉર્ફે જય મધુભાઈ ગોંડલીયા (બાવાજી), રહે, ઉનાની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(ઇ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. મુછાળ, એ. એસ. આઈ. જોરૂભા નારણભા, એ.એસ.આઈ. હરેશભાઈ લખમણભાઈ તથા પો.હેડ કોન્સ્ટેબલ વાય.વી. ગોહિલ સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ