ધ્રાંગધ્રાના ધ્રુમઠ નજીક નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂ મળ્યો

બોટલ, ગાડી સહિત રૂા, 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાઇવે પરથી નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી 14.30 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસે ધ્રૂમઠ ગામના બોર્ડ અને દુદાપુર ગામ વચ્ચે આવેલા ખારા પાસેથી શંકાસ્પદ ઇનોવા કારને રોકી હતી. તપાસ દરમિયાન, રાજસ્થાનમાં વેચાણ માટે બનાવાયેલી વિદેશી દારૂની કુલ 3,390 બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત 4,30,400 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા કારની કિંમત 10 લાખ અંદાજવામાં આવી છે. આમ, પોલીસે કુલ 14,30,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ